18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મજબૂત સરકાર વિ. મજબૂર સરકાર
દેશ ‘મજબૂત’ સરકાર ઈચ્છે છે, વિપક્ષોને ‘મજબૂર’ સરકાર જોઈએ છે: મોદી

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય સંમેલનના બીજા દિવસે સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ બાબતોને આવરી લઈને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ભાજપ સામે ઊભી થઈ રહેલી યુતિ અને ગઠબંધનને નિષ્ફળ પ્રયોગ ગણાવતાં જણાવ્યું હતું કે વિપક્ષોને "મજબૂર સરકાર જોઇએ છે, જ્યારે ભાજપ સાર્વત્રિક વિકાસ માટે મજબૂત સરકાર ઈચ્છે છે. વિપક્ષો જાતિવાદ, સગાંવાદ અને તુષ્ટિકરણને પ્રોત્સાહન આપવા અને અસ્તિત્વ ટકાવવા ભેગા થઈ રહ્યા છે. રામમંદિર મુદ્દે તેમણે કહ્યું હતું કે અયોધ્યા પ્રશ્ર્ને કૉંગ્રેસ નિરાકરણ ઇચ્છતું નથી. તેમના વકીલો દ્વારા મંદિર નિર્માણમાં અવરોધ ઊભા કરાઈ છે. કૉંગ્રેસ અને નીતિ-સંસ્કૃતિના વિરોધરૂપે સ્થપાયેલી હાલની તમામ પાર્ટી હવે તેની સાથે અસ્તિત્વ ટકાવવા ભેગી થઈ રહી છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સરકાર સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ નથી. ભાજપ શાસને પુરવાર કર્યું છે કે ભ્રષ્ટાચાર વિના દેશ-સરકાર ચાલી શકે છે.

જ્યાં પણ ચોરો દેખાશે તેને પકડવા ચોકીદાર અટકશે નહીં એમ ઑગસ્ટા વેસ્ટ લેન્ડ સોદાના સંદર્ભમાં કહ્યું હતું. મોદીએ વધુમાં કહ્યું હતું કે હું ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતો ત્યારે યુપીએ સરકારે ૧૨ વર્ષ સુધી હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું, છતાં ગુજરાતમાં સીબીઆઈના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નહોતો, જ્યારે આન્ધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ર્ચિમ બંગાળે તેમના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ પર બંધી લગાવી છે એવી કઈ ગેરરીતિ તેઓએ કરી છે એમ તેમણે પ્રશ્ર્ન પૂછ્યો હતો. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અમે દિવસ-રાત કામ કરી રહ્યા છે. અગાઉની સરકાર અન્નદાતા ખેડૂતોને ફક્ત મતદાતા તરીકે જોતી હતી. ભાજપ સરકાર તેમના પડકારો-પ્રશ્ર્નોને દૂર કરવા સતત પ્રયત્નશીલ છે.

આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામત ક્વૉટા ‘ન્યૂ ઈન્ડિયા’નો વિશ્ર્વાસ વધારશે. હાલના ક્વૉટા-હકમાં કોઈપણ ફેરફાર વિના નોકરી અને નોકરીમાં ૧૦ ટકા ક્વૉટા આર્થિક પછાતોને જાહેર કરાયો છે. ગરીબીના કારણે તક નહીં મેળવી શકતા યુવાવર્ગની અપેક્ષા હવે સંતોષાશે.

ભ્રષ્ટાચારનો અંત લાવવા મજબૂત સરકારની જરૂર છે. ભ્રષ્ટાચારીઓની દુકાન બંધ થઈ જવાના ડરથી બધા ભેગા થયા છે. દેશને એવા પ્રધાનસેવક જોઈએ છે જે કોઈપણ બ્રેક વિના સતત કામ કરે છે તે કે મહિનાઓ સુધી વિદેશમાં વેકેશનની મોજ માણે છે તે જોઈએ છે એમ પૂછ્યું હતું.

સ્વામીનાથન પંચની ભલામણનો અમલ સરકારે કર્યો છે. કૃષિ અને ખેડૂતોની હાલની સ્થિતિ માટે અગાઉની સરકારે દાયકાઓ સુધી ખેડૂતોની કરેલી ઉપેક્ષા છે. ખેડૂતોનો તેમની ઉપજના દોઢગણા આપવાનું કામ મોદી સરકારે કર્યું છે. હજુ ખેડૂતો માટે ઘણું કરવાનું બાકી છે. અનાજ-કઠોળમાં ભાવવધારો એ ભૂતકાળની વાત બની ગઈ છે. (પીટીઆઈ)

---------------------------

ત્રણ રાજ્યોમાં હાર્યા, જિંદગી નથી હાર્યા: અમિત શાહનવી દિલ્હી : ભાજપના અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને જણાવ્યું હતું કે તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જોવાયેલ પ્રતિકુળ પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. આગામી લોકસભાની ચૂંટણી ઘણી મહત્ત્વની છે.

મતદાનના દિવસે પરિવાર અને મિત્રોના વોટ ૧૦.૩૦ સુધીમાં થઇ જવા જોઇએ એમ કાર્યકરોનો ઉત્સાહ વધારતા તેમણે કહ્યું હતું.

કૉંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે તુષ્ટિકરણ, સગાંવાદ અને જાતિવાદનું કેન્સર એ કૉંગ્રેસની દેન છે જે લોકશાહી અને વિકાસને નબળો પાડે છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં આપણા હરીફ જીત્યા છે. પરંતુ આપણે હાર્યા નથી. કાર્યકરોએ આશા ગુમાવવાની નથી એમ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં તેમણે કહ્યું હતું. ઘણા રાજ્યોમાં કૉંગ્રેસ સાફ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી આપણા માટે ઘણી મહત્ત્વની છે. ભાજપ પંચાયતથી સંસદ સુધી લાંબા સમય સુધી શાસન કરશે એવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. (પીટીઆઇ)

-----------------------------

આપખુદ અને લોકશાહી વચ્ચેનો જંગ હશે: કૉંગ્રેસનવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં જણાવ્યું હતું કે, જનતાએ મજબૂત અને મજબૂર સરકાર વચ્ચે પસંદગી કરવાની છે, તેના સંદર્ભમાં કૉંગ્રેસના સિનિયર નેતા મનીષ તિવારીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આગામી સામાન્ય ચૂંટણી આપખુદશાહી અને લોકશાહી વચ્ચેનો જંગ હશે.

વિપક્ષો જાતિવાદ, સગાવાદ અને ભ્રષ્ટાચારને પોષવા ભેગા થઈને મજબૂર સરકાર ઈચ્છે છે, એમ મોદીએ જણાવતા મનીષ તિવારીએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0c3n244
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com