19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
છોટા ઉદેપુર બાળ તસ્કરીકાંડ
એક લાખમાં વેચાયું હતું ચાર મહિનાનું બાળક

વડોદરા: છોટા ઉદેપુર જિલ્લાના આંતરા રાજ્ય બાળ તસ્કર મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળક મળ્યો છે. જેમાં પાલક પિતાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર શૈલુ રાઠોરે રીમાન્ડ દરમિયાન પોલીસને માહિતી આપતા પોલીસે ચાર માસનું બાળક ધાર જિલ્લાના ગુજરી ગામના નિ:સંતાન ગોવિંદ માલૂ પાસેથી કબજો મેળવ્યો છે. જે બાળકને એક લાખમાં વેચાયું હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં આ મામલામાં મળેલા બાળકોની સંખ્યા ૧૪ જેટલી થઇ છે. જ્યારે આરોપીની સંખ્યા ૨૮ જેટલી થઈ છે. માસ્ટર માઈન્ડ શૈલુ રાઠોર અને ડૉક્ટર રાજુ સહિત ૨૮ આરોપીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ નવા ઘટસ્ફોટ સાથે વધુ બાળકો મળે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. બાળ તસ્કરીના મામલામાં મોટાભાગે આડા સંબંધોના કારણે જન્મેલા બાળકો તેમ જ પાલન પોષણ કરવામાં અસમર્થ માતા પિતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકોને વેચવામાં આવ્યા છે. આ હૉસ્પિટલમાંથી બાળ તસ્કરી થતી હોવા બાબતેનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ અલીરાજપુર પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે તપાસનો દૌર શરૂ કરીને અત્યાર સુધી કેસર હૉસ્પિટલના ડૉ. રાજુ સહિત કુલ ૨૮ વ્યક્તિઓની અટકાયત કરી છે. આમાં કુલ ૧૪ જેટલા બાળકોને પોલીસે રિકવર કર્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kwqWka51
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com