19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સીબીએસઈની પરીક્ષાના ટાઇમટેબલમાં કરાયો ફેરફાર
તા.૨૮મી માર્ચની પરીક્ષા ૨જી મેના રોજ લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ધોરણ-૧૦ અને ૧રની સીબીએસઈ બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર થઈ ચૂક્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે ત્યારે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષામાં થોડો ફેરફાર કરાયો છે તે મુજબ ર૮ માર્ચના રોજ લેવાનારી પરીક્ષા તા.ર મેના રોજ લેવાશે અને ર મેના રોજ લેવાનારી પરીક્ષા તા.૪ મેના રોજ લેવાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તા. ર૮ માર્ચ અને ર મેની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓએ ફરિયાદ અને રજૂઆતો બોર્ડને કરી હતી. આ અનુસંધાને બોર્ડ દ્વારા પરીક્ષા શિડ્યૂલમાં બદલાવ કરાયો છે. નવા જાહેર કરાયેલા પરીક્ષા શિડ્યૂલ મુજબ ધોરણ-૧રની ર૮ માર્ચના રોજ લેવાનારી બોર્ડની ઇન્ફમેર્ટિક્સ પ્રેક્ટિસ, કમ્પ્યૂટર સાયન્સ અને બે વિષયની પરીક્ષા તા.ર મેના રોજ લેવાશે જ્યારે તા.ર મેના રોજ લેવાનારી ફિલોસોફી એન્ટરપ્રિનિયોરશિપ, હ્યુમનરાઇટ્સ એન્ડ જેન્ડર સ્ટડીઝ, થિયેટર સ્ટડીઝ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફો સાયન્સ એમ પાંચ વિષયની પરીક્ષા ૪ મેના રોજ લેવાશે. આ સિવાયની તમામ પરીક્ષાની તારીખ બોર્ડે અગાઉ જાહેર કરેલા શિડ્યુલ મુજબ લેવાશે. બોર્ડે અગાઉ પ્રેક્ટીકલ અને થીયરીટીકલ બંને પરીક્ષાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્યોએ પણ ફરિયાદ બાબતે સહમતી બતાવી હતી, જેથી બોર્ડે નવું રિવાઇઝ શિડ્યૂલ જાહેર કર્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3xy36o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com