18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જાપાનમાં કેશ ઈઝ કિંગ?
ઓપિનિયન - સી. એ. પ્રકાશ દેસાઈ

જાપાન વિશ્ર્વમાં ટેક્નોલોજીમાં બહુ આગળ પડતો દેશ છે કે જેણે ૧૯૬૪માં બુલેટ ટ્રેનની શોધ કરેલી અને આજે તો જાપાનમાં રોજ ૫૦૦થી ઉપર ટ્રેનો દોડે છે જેની શિસ્તતા એટલી છે કે બુલેટ ટ્રેન મોડી આવવાનો દર ૩૦ સેક્ધડથી પણ ઓછો છે. ૧૯૭૦માં ટોકિયોમાં તે સમયનું સૌથી મોટું ટેક્નોલોજી એક્ઝિબિશન એકસ્પો ૭૦નું સક્સેસફૂલ આયોજન કરેલું અને કેટલીય ટેક્નોલોજી માર્કેટમાં ઉતારેલી અને અત્યારે પણ કોન્ટેક્ટલેસ પેમેન્ટની ચીપ્સનો જેણે આવિષ્કાર કરેલો છે તે જાપાન ડિજિટલ પેમેન્ટમાં દુનિયામાં અગ્રગણ્ય હોવું જોઈએ તેવો જો કોઈનો મત હોય તો તેમાં કશું ખોટું નથી, પણ શું આ હકીકત સાચી છે?

આશ્ર્ચર્યની વાત છે કે એશિયાના ટેક્નોલોજિકલી એડવાન્સ દેશ જાપાનમાં આજે પણ લોકો રોકડ હાથ ઉપર રાખવાનું પસંદ કરે છે. આજે પણ જાપાનમાં કુલ વ્યવસાયિક વ્યાવહારોમાં ૬૫ ટકા જેટલા વ્યવહારો રોકડામાં થાય છે. જાપાનમાં અત્યારે ચિંતાનો વિષય એ છે કે ૨૦૨૦માં જાપાને ઓલિમ્પિકનું આયોજન કરેલ છે અને ત્યારે દુનિયાભરના એથ્લિટસ, કોચીસ, પ્રેક્ષકો આવશે તેઓને તો પ્લાસ્ટિક કાર્ડથી પેમેન્ટ કરવાની આદત હોઈ બિઝનેસ વ્યવહારોમાં રોકડ પસંદ કરતા જાપાનીઝ માટે બહુ તકલીફ થઈ જાય તેથી જ જાપાનીઝ સરકારે કેશલેસ ટ્રાન્ઝેકશન જે અત્યારે ૩૦થી ૩૫ ટકા છે તેને વધારીને ૨૦૨૫ સુધીમાં ૭૦ ટકાએ લઈ જવાનો લક્ષ્યાંક છે. ૨૧મી સદીમાં ૨૦૧૯માં આજે પણ જાપાનમાં ૬૦ ટકા ઉપરના રેસ્ટોરન્ટસ બીલના પૈસા રોકડામાં માગે છે!! ટોકિયો ૨૦૨૦ના ઓલિમ્પિકની સફળતામાં આ એક મોટો અવરોધ છે તેથી ટોકિયોના રેસ્ટોરન્ટસમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે અભિયાન ચાલે છે.

જાપાનમાં પોપ્યુલેશન એજેડ હોઈ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા અધિક છે અને તેઓ આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો સ્વીકાર નથી કરતા. તેઓને તો રોકડામાં જ વ્યવહારો પસંદ છે, પણ આના કારણે જાપાનને ૧૫ બિલિયન ડૉલર્સ જેટલો ખર્ચ રોકડાના વ્યવહારોને હેન્ડલ કરવામાં થાય છે અને સરકારને કરચોરીનો ડર પણ સતાવે છે. એક બાજુ જ્યારે જાપાનમાં વર્કફોર્સની અછત છે ત્યારે રોકડાના વ્યવહારો માટે યંગ કેશિયર અને કાઉન્ટર સ્ટાફની અછત વર્તાય છે જેથી એમ્પ્લોયમેન્ટ કોસ્ટ વધે છે. અરે હૉસ્પિટલ્સમાં પણ જો બીલની રકમ ૫૦૦ ડૉલર્સથી વધી જાય તો હૉસ્પિટલવાળા રોકડામાં પેમેન્ટનો આગ્રહ રાખે છે.

કેશલેસ પેમેન્ટ સ્વીકારવા માટે હૉટેલ્સ, રેસ્ટોરન્ટસ વગેરેમાં સરકાર ઈન્સેન્ટીવની સ્કીમ બનાવે છે, તેમ છતાં કેશલેસ સિસ્ટમ સ્વીકારવામાં આ એકમો બહુ હોંશે હોંશે ભાગ નથી લેતા.

દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં પાયમાલ થયેલું જાપાન અને તે સમયના નાગરિકો માને છે કે હાથમાં રોકડ છે તો ભગવાન છે. લોસ્ટ ડેકેડનો ભોગ જાપાન, સતત મંદીનો શિકાર જાપાન, રૂઢિચુસ્ત દેશ જાપાન અને હાલતા ને ચાલતા ધરતીકંપથી પરેશાન જાપાનીઝ લોકોને બૅંકોમાં પણ એટલો વિશ્ર્વાસ નથી. નેગેટિવ બૅંક ઈન્ટરેસ્ટ રેટના કારણે પણ લોકો બૅંકમાં પૈસા રાખવાનું પસંદ ઓછું કરે છે, આમ એશિયાનો ઍડવાન્સ દેશ પણ કેશ ટ્રાન્ઝેક્શનથી પરેશાન છે. મુલાકાતીઓને કદાચ આનો અનુભવ ના પણ થાય, કારણ કે તેઓ જનરલી હાઈઍન્ડ હૉટલ્સ, રેસ્ટોરન્ટસ અને મૉલમાં ડીલ કરતા હોય પણ જાપનીઝ ઈકોનોમી માટે કેશ અત્યારે એક માથાનો દુ:ખાવો થઈ ગયેલ છે, કારણ કે ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિક પહેલા આમાં મોટો સુધારો લાવવો જરૂરી છે, તો જ તે સફળ થાશે, કારણ કે કેશ ઈઝ કિંગ એ ગઈ કાલનો નારો હતો, આજનો જમાનો છે "કાર્ડ ઈઝ કિંગનો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R180dm0g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com