18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૈશ્ર્વિક સોનામાં મક્કમ વલણ, દિલ્હી ખાતે સોનું રૂ. ૩૩,૦૦૦ની સપાટીએથી પાછું ફર્યું

મુંબઈ/નવી દિલ્હી: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગઈકાલે સોનાના ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં આજે નવી દિલ્હી ખાતે સોનામામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વધ્યા મથાળેથી નીકળેલી નફારૂપી વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૫ ઘટીને રૂ. ૩૩,૦૦૦ની સપાટીની અંદર ઉતરી આવ્યા હતા, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬૦૦નો ઘટાડો આવ્યો હતો.

અમેરિકાના ઈક્વિટી માર્કેટમાં સતત પાંચ સત્ર સુધી સુધારો જોવા મળ્યા બાદ ગઈકાલે સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં મક્કમ વલણ રહ્યું હતું અને ભાવ સાધારણ સુધારા સાથે ઔંસદીઠ ૧૨૮૮.૧૦ની સપાટીએ રહ્યા હતા અને સોનાના વાયદાના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૨૯૦.૨૦ ડૉલરની સપાટીએ રહ્યા હતા. ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેવાને કારણે સાપ્તાહિક ધોરણે સતત ચોથા સપ્તાહમાં સુધારો આગળ ધપતાં ભાવમાં ૦.૪ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. વધુમાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૫.૬૪ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે નવી દિલ્હી ખાતે ખાસ કરીને સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નીકળેલી છૂટીછવાઈ નફારૂપી વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૫ ઘટી આવ્યા હતા, જેમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૩,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૩૨,૮૭૫ અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૨,૭૨૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૦૦ ઘટીને રૂ. ૪૦,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૩૯,૮૫૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા.

----------------------------

ગોલ્ડ બૉન્ડની નવી સિરીઝ માટે ભાવ ગ્રામદીઠ રૂ. ૩૨૧૪



મુંબઈ: આવતીકાલ (સોમવાર)થી શરૂ થઈ રહેલી સૉવરિન ગોલ્ડ બૉન્ડની નવી સિરીઝ માટે સરકારે ગ્રામદીઠ રૂ. ૩૨૧૪ ભાવ નિર્ધારિત કર્યાં છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં સૉવરિન ગોલ્ડ બૉન્ડની પાંચમી સિરીઝનું ભરણું તા. ૧૪ જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી દરમિયાન ખુલ્લું રહેશે. ભારત સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા સાથે સલાહમસલત કરીને ઓનલાઈન અરજકર્તા તેમ જ અરજીની સામે ડિજિટલ ધોરણે પેમેન્ટ કરનાર રોકાણકારો માટે ગ્રામદીઠ રૂ. ૫૦ના ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બૉન્ડના ભાવ ગ્રામદીઠ રૂ. ૩૧૬૪ રહેશે. ગોલ્ડ બૉન્ડનું વેચાણ બૅન્કો, સ્ટોક હૉલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, અધિકૃત પોસ્ટ ઑફિસ અને એનએસઈ તથા બીએસઈ જેવાં સ્ટોક એક્સચેન્જો મારફતે થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lN161r5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com