18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધાર્યા કરતાં વધુ ઝડપથી સમુદ્રોનું તાપમાન વધી રહ્યું છે

લોસ એન્જેલસ: ગ્રીન હાઉસોના ગેસ દ્વારા જમા થતી ઉષ્ણતા અગાઉ વિચારાયું હતું તેથી ઊલટું વધુ ઝડપથી સમુદ્રનું ઉષ્ણતામાન વધારે છે, એવું એક અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસ વધુમાં જણાવે છે કે છેલ્લાં પંદર વર્ષમાં ગ્લોબલ વોર્મિંગ વિશેના કરાયેલા દાવાઓ પાયાવિહોણા હતા.

અમેરિકાના બાર્કલીમાં આવેલી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ઝેકે હાઉસ ફાધરે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ ક્યાં થાય છે તે જોવું હોય તો સમુદ્રમાં જુઓ. કલાઈમેટના ફેરફારો માટે સમુદ્રની ગરમી ખૂબ જ મહત્ત્વની છે અને અમારી પાસે જબરજસ્ત પુરાવાઓ છે કે આપણે ધારીએ છીએ એ કરતાં દરિયામાં વધુ ઝડપથી વોર્મિંગ થાય છે, એવું તેમણે જણાવ્યું હતું.

દરિયાની ગરમી કલાઈમેટ ચેન્જ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કેમ કે ગ્રીન હાઉસો ગેસની વધારાની સોલાર એનર્જીના ૯૩ ટકા એનર્જી વિશ્ર્વના સમુદ્રોમાં જમા થાય છે.

ભૂમિ પરના ઉષ્ણતામાનથી ઊલટું અલ નિનો અથવા જવાળામુખી ફાટવા જેવી ઘટનાઓને લઈને પ્રત્યેક વર્ષે કલાઈમેટમાં પરિવર્તન સર્જાતું નથી.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલ આ નવું વિશ્ર્લેષણ જણાવે છે કે દરિયાઈ ઉષ્ણતાના તત્ત્વોના ટ્રેન્ડ કલાઈમેટના પરિવર્તનો માટેના જાણીતા મોડેલો સાથે મૅચ થાય છે અને આને લઈને ખબર પડે છે કે સમુદ્રી વોર્મિંગ એકંદરે વધી રહ્યું છે. (પી.ટી.આઈ.)

-----------------------------

કુલગામમાં જવાને કરી આત્મહત્યા



જમ્મુ: કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભારતીય લશ્કરી દળના એક જવાને છાવણીમાં જઈને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી, એમ પોલીસે કહ્યું હતું.

રાષ્ટ્રીય રાઈફલ્સની છાવણીમાં વાયરલેસ ઑપરેટર અભિષેક રોય કુમારે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી એમ જણાવતાં પોલીસે કહ્યું હતું કે જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જોકે, આત્મહત્યાનું કારણ જાણી શકાયું નહોતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q16d05
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com