18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માયાવતીના આક્ષેપ પાયાવિહોણા: શિવપાલ યાદવ

લખનઊ: બીએસપી-એસપી યુતિ બાદ માયાવતીએ શિવપાલ યાદવ સામે કરેલા આક્ષેપના જવાબમાં તેમણે કહ્યું હતું કે તમામ જાણે છે કે માયાવતીએ અગાઉ ભાજપ સાથે યુતિ કરીને સરકાર બનાવી હતી. શિવપાલની પાર્ટી ભાજપ ચલાવે છે એવા માયાવતીના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. કઈ પાર્ટી પૈસા લઈને ટિકિટ આપે છે અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે તે તમામ જાણે છે, એમ તેમની પાર્ટીના પ્રવકતા સી. પી. રાયે જણાવ્યું હતું. અખિલેશ યાદવે સમજવું જોઈએ કે બીએસપીએ ભૂતકાળમાં દલિત, અન્ય ઓબીસી તથા મુુસ્લિમોના વૉટ લઈને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. બીએસપીના શાસનમાં સમાજવાદી કાર્યકરો સામે ખોટા કેસ કરાયા હતા. હાલની યુતિ તકવાદી છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)

-----------------------------

ગંગાસાગર મેળા માટે કોસ્ટ ગાર્ડે સુરક્ષા વધારી



કોલકતા: પશ્ર્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંગાસાગર મેળા માટે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે સર્વેલન્સ વધાર્યું છે. મકરસંક્રાંતિના દિવસે ગંગાસાગર મેળામાં હુગલી નદીમાં દેશભરના લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે છે. ફુલપ્રુફ સલામતી માટે દરિયાઈ પટ્ટામાં કોસ્ટ ગાર્ડે હોવરક્રાફ્ટ, હાઈસ્પીડ પેટ્રોલ વેસલ્સ અને વિશેષ બોટની વ્યવસ્થા કરી છે. મેળાના વિસ્તારમાં સતત હોવરક્રાફ્ટ ઉપલબ્ધ રહેશે. બચાવ કામગીરીના આગોતરા પગલાં લેવાયા છે. જીવનસુરક્ષા માટે રેપિડ એક્શનની ટીમ તૈયાર રખાશે. તકેદારી અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ છે.

કોસ્ટ ગાર્ડ કોસ્ટલ સિક્યુરિટી નેટવર્ક સિસ્ટમ દ્વારા ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ જાળવશે, એમ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. હલ્દિયા ખાતેનું કોસ્ટ ગાર્ડ ઓપરેશન સેન્ટર સતત સ્ટેટ સુરક્ષા એજન્સી અને અન્ય સંબંધિતોના સંપર્કમાં રહેશે. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

y6D87L
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com