18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નાગરિકત્વ ખરડાનું ધૂણતું ભૂત
આસામ યુનિવર્સિટી કૅમ્પસમાં ધરણા કરવા પર પ્રતિબંધ

ગુવાહાટી: આસામ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ કૅમ્પસમાં ધરણા કરવા પર શનિવારે પ્રતિબંધ મૂક્યો હતો.

આમ છતાં, આસામમાં અનેક વિદ્યાર્થી સંગઠનોએ નાગરિકત્વ સુધારા ખરડાના વિરોધમાં દેખાવ કરવાનું ચાલુ રાખ્યું હતું.

આસામ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. સંજીવ ભટ્ટાચાર્યજીએ આદેશમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કૅમ્પસમાં સત્તાવાળાઓની પરવાનગી વિના ધરણા કે દેખાવ યોજી નહિ શકાય અથવા સરઘસ પણ કાઢી નહિ શકાય

યુનિવર્સિટીના ઉપકુલપતિની મંજૂરી બાદ આ આદેશ બહાર પડાયો હતો. તેમાં જણાવાયું હતું કે યુનિવર્સિટીના કૅમ્પસમાં ગેરકાયદે ટોળે વળનારા લોકોને પણ આદેશનો ભંગ કરનાર ગણાશે.

દત્તાએ બહાર પાડેલા આદેશમાં જણાવ્યું હતું કે હું રાજ્યની સ્થાનિક ભાષા બોલતા વિદ્યાર્થીઓને રાજકારણમાં પડ્યા વિના માત્ર ભણવા પર ધ્યાન આપવા અનુરોધ કરું છું. તમારા ભવિષ્યનું વિચારજો. આદેશનો ભંગ કરનારા વિદ્યાર્થીઓના યુનિવર્સિટીમાંના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે.

ભારતમાં છેલ્લાં છ વર્ષથી રહેતા પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુઓ, શીખો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતનું નાગરિકત્વ આપવા ૧૯૫૫ નાગરિકત્વ ધારામાં સુધારા કરતો ખરડો તાજેતરમાં સંસદમાં રજૂ કરાયો હતો. (એજન્સી)

------------------------------

ભાજપના નેતાના વેપારી સંસ્થાનો પર આવકવેરા ખાતાના દરોડા



દેહરાદૂન: ભાજપના વરિષ્ઠ નેતા અનિલ ગોયલ તેમ જ તેમના પરિવારજનોના ઉત્તરાખંડ અને હરિયાણાસ્થિત ૧૩ વેપારી સંસ્થાનો પર આવકવેરા ખાતાની ટુકડી દ્વારા શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા હતા.

ક્વાલિટી હાર્ડવૅઅર, ઉમંગ સાડી અને દેહરાદૂનસ્થિત ઍલેક્સિયા પૅનલ ઉપરાંત હરિયાણાના યમુનાનગરમાં પંજાબ પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝ અને રૂરકેમાં ક્વાન્ટમ યુનિવર્સિટી સહિતની ગોયલની મિલકતો પર આવકવેરા ખાતા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

બિનહિસાબી રસીદો, રોકાણ અને વાસ્તવિક કરતા ઓછું વેચાણ દેખાડવા સહિતના આરોપને પગલે ગોયલ અને તેમના પરિવારજનોના ૧૩ વેપારી સંસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૧૬માં ગોયલ ભાજપના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતાઓની ખૂબ જ નિકટના મનાતા ગોયલ તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં દેહરાદૂન મેયોરલ બેઠકની ટિકિટના મુખ્ય દાવેદાર હતા.

જોકે, ભાજપના પ્રદેશ એકમના પ્રમુખ દેવેન્દ્ર ભાસિનનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે ગોયલ હાલ પક્ષના સંસ્થાકીય માળખામાં કોઈપણ હોદ્દો ધરાવતા નથી. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b34w43L
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com