| હાલાઈ બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. રમાબેન છોટાલાલ ઘુમરા (ઉં. વ. ૮૭) ૧૧-૧-૧૯ના શ્રીરામશરણ પામ્યા છે. તે ચંદ્રબાળાબેન જયંત મામતોરા, ભારતીબેન મહેન્દ્ર શનિશ્ર્ચરા, અશ્ર્વિન, પ્રદીપ અને ઉદયના માતુશ્રી. જ્યોતિબેન, પ્રીતિબેન, પ્રિયાબેનના સાસુ. સ્વ. સુશીલાબેન નટવરલાલ તથા ગં. સ્વ. કૌશલ્યાબેન શાંતિભાઈના જેઠાણી, હેમલ, વિશ્ર્વા અર્પિત શાહ, સંકેત, વિધિ રઘુરાજ પંડ્યા, રોહન, પાયલ જીગર શાહના દાદી. સ્વ. જુગતરામ જેરામ માસ્તરના દીકરી. પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૪ થી ૬. ઠે: સદ્વિચાર બિલ્ડીંગ, રૈયાણી ગ્રામ, શિંપોલી રોડ, બોરીવલી (વે.). લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઈ સુતાર
ધંધુકા (હાલ વિરાર) સ્વ. પ્રભુદાસ પોપટલાલ મકવાણા (ઉં. વ. ૯૨) શુક્રવાર, ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અનસુયાબેનના પતિ. ભરતભાઈ, જીતેન્દ્રભાઈ અને સ્વ. વિનોદભાઈના પિતાશ્રી. મીનાબેન, છાયાબેન, ભાવનાબેનના સસરા. સ્વ. નાગરદાસ મોહનલાલ પરમારના જમાઈ. અંકિત, વિરાજ, નિહીર, હિમાલી, કર્ણવ, આર્યનના દાદા. પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૪ થી ૬. ઠે: મકવાણા હાઉસ, આર. જે. નગર, ફૂલપાડા રોડ, વિરાર (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વાયડા વણિક
માંડવી (હાલ મુંબઈ) ખીમજીભાઈ વલ્લભદાસ શાહ (ઉં. વ. ૬૮) તે સ્વ. પુષ્પાબેનના પતિ. સ્વ. વિજયાબેન વલ્લભદાસના પુત્ર. સ્વ. કુસુમબેન, નવીનભાઈ, સ્વ. જગદીશ, જયસિંહ, સતીષ અને રેખાના ભાઈ. કવિતા, દિપ્તિ અને ફાલ્ગુનીના પિતા. મનોજ, મનીષ, મીતેશના સસરા ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૪ થી ૫. ઠે: શ્રી મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, આર. પી. રોડ, મુલુંડ (વે.).
હિન્દુ મેઘવાળ
નાના રાજકોટ (હાલ એલ્ફિન્સ્ટન) સ્વ. દિપક કેશવભાઈ બોરીચા (ઉં. વ. ૩૪) ૧૦-૧-૧૯ના રામશરણ પામ્યા છે. તે પ્રેમીબેન અને કેશવ ગાંડાભાઈ બોરીચાના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. ક્રિશના પિતા. નાનજી બધા બારીયાના જમાઈ. મધુબેન, અનિતાબેન, નલિનીબેન, ભાવનાબેન, અશ્ર્વિનના ભાઈ. બારમાની વિધિ ૧૪-૧-૧૯, સોમવારના ૫ કલાકે. ઠે: આર્થર રોડ (ચિંચપોકલી) મેઘભવન, મું.-૧૧.
શામપરા (હાલ મુંબઈ) સ્વ. સુનીલભાઈ (ઉં. વ. ૪૩) સોમવાર, ૭-૧-૧૯ના રામશરણ પામ્યા છે. તે ગં. સ્વ. કંકુબેન અને ભીમજીભાઈ ધુડા કુંઢડીયાના પુત્ર દિવ્યાબેનના પતિ. ડિંપી અને હિમાંશુના પિતા. પ્રેમીલાબેન અને ખીમજીભાઈ જેઠા જાધવ (સુરત)ના જમાઈ. જયંત, સ્વ. કિરણ, સંજય, નીતીન, પુષ્પા, શાંતા, વિજયા, મીના, જ્યોતિબેનના ભાઈ. બારમાની વિધિ રવિવાર, ૧૩-૧-૧૯ના ૫ કલાકે. ઠે: મેઘજી બિલ્ડીંગ, ડોંગરી, મુંબઈ-૯.
હણોલ (હાલ મુંબઈ) ખોડીદાસ ધનજી સોલંકી (ઉં. વ. ૩૯) ૧૧-૧-૧૯ના રામચરણ પામેલ છે. તે સ્વ. ધનજી મુળજી સોલંકી તથા ગં. સ્વ. વાલીબાઈના પુત્ર. કમુબેનના પતિ. કરણ અને નંદનીના પિતા. લક્ષ્મીબેન, ભાનુબેન, મુકેશભાઈના ભાઈ. કંકુબાઈ તથા ગોવિંદભાઈ સાંડિસના જમાઈ. ગૌતમ ગોવિંદ સાંડિસના બનેવી. બારમાની વિધિ ૧૩-૧-૧૯, રવિવારના ૫ કલાકે. ઠે: રામદેવ નગર, ડી/૧૨૧, જે. આર. બોરીચા માર્ગ, મહાલક્ષ્મી (ઈ.).
કચ્છી ભાનુશાલી
ગં. સ્વ. માતુશ્રી પાર્વતીબાઈ પ્રાગજી જોઈસર ભવાનીપુરવાળા (ઉં. વ. ૯૨) મુંબઈ મધ્યે ૧૧-૧-૧૯ના ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના પુત્રો સ્વ. ધીરાઉભાઈ, જેઠાલાલ, પઠાઈ, મથુરા. ભત્રીજા ખેરાજ, ગોપાલજી વેલજી, સુંદરજી પ્રધાન. જમાઈ શંભુલાલ હરજી કટારમલ (ભવાનીપુર) માવિત્ર પક્ષે થાર્યાભાઈ વેલજી નંદા બીટ્ટા. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
સ્વ. ગીરધરલાલ કલ્યાણજી કટારીયા કચ્છ ગામ બીટ્ટાના પુત્ર મથુરાદાસ (ઉં. વ. ૮૫) મુંબઈ મધ્યે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના ભાઈ સ્વ. વલ્લભદાસ, સ્વ. પ્રેમજી, મહેશ, કમલેશ, મનોજ. સાસરા પક્ષે રવજી તથા કલ્યાણજી પ્રેમજી ગજરા નાની વમોટી. મોસાળ પક્ષે સ્વ.લાલજી વૈંકુઠ માવ નાની વમોટી. બનેવી ત્રિકમદાસ દામજી મંગે બીટ્ટા, પરસોત્તમ માવજી ભદ્રા ગામ શીરવા, સ્વ. પ્રધાનભાઈ શંકરલાલ વડોર ડોણ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (ચોખડા)
રૂવચ નિવાસી રવિન્દ્ર (ઉં. વ. ૮૦) તા. ૬-૧-૧૯ના રોજ દેવલોક પામેલ છે. તે સ્વ. મણિબેન માણેકલાલ જોષીના પુત્ર. સ્વ. શિવશંકર, સ્વ. હરનારાયણ, સ્વ. કાન્તાબેન અમૃતલાલ જાનીના ભાઈ. ઈન્દિરાબેન ડાહ્યાલાલ જોષી, નીતાબેન વિજય કુમાર સંપટ, કોકિલાબેન ભોગીલાલ ભટ્ટના મામા. તેમની પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૧૯ના સાંજે ૫ થી ૭ નીચેના સરનામે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૭-૧-૧૯ના મુંબઈ મુકામે રાખેલ છે. શ્રી પાટણ જૈન મંડળ પબ્લિક હેલ્થ સેન્ટર, એ-૨૩/૧, રતન નગર, ડી. એન. દુબે રોડ, બોરીવલી (ઈ.)
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ઓલવાણ હાલ બોરીવલી સ્વ. લક્ષ્મીશંકર રામજી ઠાકરના પુત્ર હિંમતલાલ (ઉં. વ. ૭૬) તે નિર્મલાબેનના પતિ. તે સ્વ. ગૌરીશંકરભાઈ, વૃજલાલભાઈ તથા સ્વ. શાંતાબેન તથા સ્વ. કાંતાબેન વેણીશંકર ઔઝા તથા સ્વ. ત્રિવેણીબેન શાંતીલાલ ઉપાધ્યાયના ભાઈ. તે સ્વ. વલ્લભજી દયારામ ઔઝાના જમાઈ તા. ૧૦-૧-૧૯ના કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવારે તા. ૧૩-૧-૧૯ના રોજ ૩ થી ૫. સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વે.). (ઉત્તરક્રિયા તીર્થસ્થળે રાખેલ છે.)
કચ્છી લોહાણા
લક્ષ્મીબેન નારાયણજી માણેક કચ્છ વરસામેડીવાળા હાલે મુલુંડના પૌત્ર અને સુશીલાબેન વિશનજી માણેકના પુત્ર રાજેન્દ્ર (ઉં. વ. ૬૦) તે નયનાબેનના પતિ. પ્રિયાંક તથા કુંતલ ધવલ રૂપારેલના પિતા. તે પારવતીબેન વેલજીભાઈ લાલજી સોતા જરૂવાળાના જમાઈ શુક્રવાર, તા. ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા કચ્છી લોહાણા મહાજનવાડી, ભોંયતળિયે, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (પ.), રવિવાર, તા. ૧૩-૧-૧૯, સાંજના ૪.૩૦ થી ૬.૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બહેનોએ એજ દિવસે આવી જવું.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા હાલ વાશી - નિઝામાબાદ સ્વ. બાબુલાલ ઓધવજી જસાણીના સુપુત્ર. ગો. વા. મુકુંદ બાબુલાલ જસાણી (ઉં. વ. ૫૮) તે વર્ષાબેનના પતિ. અ. સૌ. વૃતિ જતીન શાહ, અ. સૌ. હીરલ ચિરાગ ગોરડીયા, અ. સૌ. કૃપાલી અમોલ ગોરડીયા તથા કુશલના પિતાશ્રી. આધ્યા, શ્રેયના નાના. અ. સૌ. અરૂણા બળવંતરાય દોશી, અ. સૌ. ઈન્દિરા પ્રકાશ શાહ, ગં. સ્વ. પ્રવિણા પ્રવિણ પારેખ તથા અ. સૌ. સોનલ અશોક શાહના ભાઈ. જગદીશભાઈ ગંગાદાસ સુખડીયાના જમાઈ તા. ૧૧-૧-૧૯, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૧૯, રવિવારના સાંજે ૪.૩૦ થી ૬. સ્થળ: સ્વામીનારાયણ મંદિર ગુરુકુળ, સેક્ટર-૨૯, વાશી હવેલી પાસે, વાશી, નવી મુંબઈ.
હાલાઈ લોહાણા
જેતપુર (હાલ બોરીવલી) અરુણભાઈ ગોરધનદાસ પારેખના ધર્મપત્ની પ્રવિણાબેન (ઉં. વ. ૭૯) તે સ્વ. જમનાદાસ બદિયાણીના પુત્રી. દિપેશ, નીલાબેન, રક્ષાબેન, ભાવિનીબેન, બીજલબેનના માતુશ્રી. દિપ્તિબેન, દિપક ચોલેરા, દિપક સોઢા, જયેશ સોઢા, રવિ તન્નાના સાસુ. સ્વ. ચીમનભાઈ, સ્વ. ધીરુભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. કુસુમબેનના ભાભી ૧૧-૧-૧૯, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
વાસા (રાજસ્થાન) (હાલ મુંબઈ) શોભાબેન મફતલાલ સાકરલાલ દવેના પુત્ર દશરથ (ઉં. વ. ૪૨) તે શીતલબેનના પતિ. કમલેશના ભાઈ. સ્વ. રુકમણીબેન શંકરલાલ, સ્વ. જમનાબાઈ હિંમતરામ, સ્વ. ભીખાલાલ, સ્વ. ચીમનલાલ, સ્વ. મગનલાલ, વરદીશંકર, છોટાલાલ, સ્વ. રણજીતભાઈ, પ્રવીણભાઈ, નટવરલાલ, સ્વ. અરવિંદભાઈ, અશોકભાઈના ભત્રીજા. અનીલભાઈ લક્ષ્મીશંકર જોશીના જમાઈ ગુરુવાર, ૧૦-૧-૧૯ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૫ થી ૭. ઠે: આધાર ગ્રાઉન્ડ, દૌલતનગર રોડ નં. ૧૦, બોરીવલી (ઈ.).
કપોળ
દેલવાડાવાળા (હાલ કાંદિવલી) ગં. સ્વ. મધુકાન્તાબેન નગીનદાસ સંઘવી (ઉં. વ. ૮૬) ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે પંકજ, કૌશિક તથા રશ્મિના માતુશ્રી. રેખા, રૂપા તથા નરેશ સુતરીયાના સાસુ. ગં. સ્વ. હસુમતીબેન પરશોત્તમદાસ વોરાના ભાભી. મોસાળ પક્ષે દેલવાડાવાળા સ્વ. ત્રીકમદાસ માવજી ગોરડિયાના દીકરી. અલિશા, ઉન્નતી, વિશેષ, તિથી, જોય, નીતી તથા જીતના દાદીમા. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કપડવંજ દશા શ્રીમાળી વણિક
અ. સૌ. હંસાબેન બીપીનચંદ્ર શાહ (ઉં. વ. ૭૭) તે બીપીનભાઈ શાહના ધર્મપત્ની. સ્વ. વલ્લભદાસ મગનલાલ મોદીના દીકરી. કમલેશ, વીરેશ, રાજેશના મમ્મી. ગ્રીષ્મા, શીતલ, સ્મિતાના સાસુ. સંકેત, વીરલ, રિધ્ધિ, કિંજલ તથા ધીરના દાદી. કાંદીવલી મુકામે ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૫ થી ૭. ઠે: હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ વાડી, પહેલે માળે, શંકર મંદિર, એસ. વી. રોડ, કાંદીવલી (વે.).
કચ્છ વાગડ લોહાણા
આધોઈ (હાલ કાંદીવલી-ચારકોપ) ઠક્કર દયારામ ગોકળદાસના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૫૯) ૧૧-૧-૧૯, શુક્રવારના રામશરણ પામેલ છે. તે જીતેન્દ્ર, ભાવેશ, દિપક તથા ઉષાબેનના માતુશ્રી. પુષ્પા, વંદના, બીના, પ્રભુલાલના સાસુ. કમળાબેન, પ્રભાબેન, કલાવંતીબેન, હીરાબેન, હીરાલાલ, અરવિંદભાઈ, ભરતભાઈના ભાભી. સ્વ. દિપચંદ ગોપાલજી ચંદે તુણાવાળાની દીકરી. પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯, રવિવારના ૪ થી ૫. ઠે: શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદીવલી (વે.).
પુષ્કર્ણા બ્રાહ્મણ
બોરીવલી નિવાસી નંદાબેન (ઉં. વ. ૬૩) પ્રકાશભાઈ કુકાણીના પત્ની સ્વ. કલુમલભાઈ કુકાણીના વહુ. સ્વ. વિશ્ર્વનાથભાઈ વ્યાસના દીકરી. દીપા ચેતન મેઘનાની અને ચેતના સમીર ખન્નાના માતુશ્રી દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ના ૫ થી ૫-૩૦. ઠે: દેવેન્દ્ર બિલ્ડિંગ, રોકડીયા લેન, એસ.વી.પી. રોડ, બોરીવલી (વે.).
બાલાસિનોર દશાનીમા વણિક
વસંતલાલ દિનકરલાલ શાહ (નાશિકવાળા) (ઉં. વ. ૮૦) તે કમળાબેનના પુત્ર. પ્રેમલતાના પતિ ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે બીના પંકજ મોદી, સોનલ સુબાહુ પરીખ, સેજલ દિવ્યેશ ગાંધી અને મોના શાહના પિતા. પ્રભાકરભાઈ, મધુસૂદન, સુરેશભાઈ, સ્વ. સુમનબેન, રીટાબેનના ભાઈ. સંદીપભાઈ, નીતિનભાઈ, શિશિર અને સ્વ. કીર્તિબેનના બનેવી. ઉઠમણું બારમું - તેરમું તથા લૌકિક પ્રથા રાખ્યા નથી. ઠે: સેજલ ગાંધી, બિલ્ડિંગ નં. ૧૧, રૂમ નં. ૮૩૬, ચોથા માળે, ઓલ્ડ એલએમએચબી કોલોની, હનુમાન મંદિરની બાજુમાં, બોરીવલી (વે.).
દેસાઈ સઈ-સુતાર જ્ઞાતિ સમાજ
ધારડી (હાલ કાંદિવલી) ધીરજલાલ છગનલાલ વાઘેલાના ધર્મપત્ની અ. સૌ. ચંપાબેન (ઉં. વ. ૭૨) ૧૦-૧-૧૯, ગુરુવારના દેવલોક થયા છે. તે હર્ષાબેન ભરતકુમાર, ભાવનાબેન લતીષકુમાર, સુધાબેન ચેતનકુમાર, નીલેશ, જીજ્ઞેશના મમ્મી. વૃજલાલ અને અનસુયાબેન જયંતીલાલ સોલંકીના નાનાભાઈના વહુ. જીતેન્દ્ર, નરેન્દ્ર અને કુંદનબેન કિશોરભાઈ મકવાણાના ભાભી. દેવલીવાળા છગનભાઈ કાળાભાઈ ગોહિલના દીકરી. દક્ષાબેનના સાસુ. પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯, રવિવારના ૪ થી ૬. ઠે: શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી, અશોકનગર રોડ નં. ૪, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, કાંદિવલી (પૂર્વ).
ઘોઘારી લોહાણા
પરવાળા (હાલ અંધેરી) સ્વ. ડૉ. ખીમજીભાઈ વસાણીના પત્ની ગોદાવરીબેન તે તરૂલતા શામાણી, ઉર્મિલા ઠક્કર, જયશ્રી નલીનકુમાર ભણશાલીના માતુશ્રી. ભારતી રમેશકુમાર પાવસ્કર, ગીતા જયેશકુમાર ગઢિયા તથા ભરતકુમાર દામોદરદાસ વસાણીના ભાભુ ૧૨-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪-૧-૧૯ના ૫ થી ૭. ઠે: મનીષનગર સોસાયટી એસોસિયેશન, બિલ્ડિંગ નં. ૩૫ની સામે, મનીષનગર, જે. પી. રોડ, અંધેરી (વે.).
હાલાઈ ભાટીયા
પચ્ચીસ ગામ હાલાઈ ભાટીયા નિરંજના રાજેન્દ્ર આશર, તે તુલસીદાસ મેઘજી આશર (માછરડાવાળા)ના પુત્રવધૂ. હિતેશ, અમીતના માતુશ્રી. સુધીરભાઈ, ભરતભાઈ, ગિરીશભાઈ, વિમળાબેન, સુધાબેન તથા સુગીતાબેનના ભાભી. મનસુખલાલ વેદ (જૂનાગઢવાળા) તથા કુસુમબેનના દીકરી. અનીતા તથા નમ્રતાના સાસુ શનિવાર, ૧૨-૧-૧૯ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, ૧૪-૧-૧૯ના ૩-૩૦ થી ૫-૩૦. ઠે: ડાયમંડ ટોકિઝ કંપાઉન્ડ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી હોલ, બોરીવલી.
દશા મોઢ માંડલિયા વણિક
સુરત નિવાસી હાલ વસઈ સ્વ. ભદ્રશિલા નટવરલાલ ભગવાનદાસ શાહના પુત્ર સ્વ. વિજયભાઈ (ઉં. વ. ૬૬) તા. ૧૨-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે મધુબેનના પતિ. તે મિલનભાઈ, હેમંતભાઈ, લેખાબેન, ગીતાબેનના ભાઈ. રિંકુ મિતુલ શાહ, સેજલ વિરલ મહેતા, હેતલ અમિત શાહના પિતાશ્રી. તે સ્વ. મૂળચંદ મોતીચંદ ધારૈયાના જમાઈ. રૂદ્ર, હિયા, પર્વ, ઝીલ અને વિહાના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૪-૧-૧૯ને સોમવારના સાંજે ૪ થી ૬. સ્થળ: શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કુલની પાછળ, માણેકપુર, વસઈ (વેસ્ટ).
શ્રીમાળી બ્રાહ્મણ
મૂળ વતન લાઠી હાલ મુંબઈ ભુલેશ્ર્વર સ્વ. શારદાબેન ચીમનલાલ મણીલાલ ત્રિવેદી (એસિડવાળા)ના પુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૭૦) જે. ખુટવડા નિવાસી શિવલાલ મગનલાલ ત્રિવેદીના જમાઈ તા. ૧૧-૧-૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સ્વ. વિરેન્દ્રભાઈ, અ. સૌ. વાસંતીબેનના ભાઈ. માયાબેનના પતિ. સ્વ. શ્રેયશભાઈ, સ્વ. પરેશભાઈ, અ. સૌ. શીતલબેનના પિતા. બંને પક્ષની સાદડી તા. ૧૩-૧-૧૯, રવિવારના ટાઈમ ૪ થી ૬. સ્થળ: શ્રી ભાટીયા ભાગીરથી ટ્રસ્ટ, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી, મુંબઈ.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા
રાજુલા નિવાસી હાલ મલાડ સ્વ. ધનજીભાઈ કરસનભાઇ ચોટલીયાના ધર્મપત્ની કાશીબેન ચોટલીયા (ઉં.વ. ૮૯) ૯-૧-૧૯ના શ્રીરામ ચરણ પામ્યાં છે. તે ધનુબેન રામજીભાઈ દેવજીભાઈ વાળાનાં સુપુત્રી (સાંગણીયાવાળા), તે બળવંતભાઈ, જસવંતભાઈ, મનસુખભાઈ, કનુભાઈ, નિર્મળાબેન, સુમનભાઈ, જીતેન્દ્રભાઈના માતુશ્રી. તે જયાબેન, શારદાબેન, હંસાબેન, નીતાબેન, વર્ષાબેન, મનીષાબેન, ઘનશ્યામકુમારના સાસુ. તે સ્વ. જીજ્ઞેશ, હરેશ, સુરેશ, અમીત, આશિષ, જયેશ, ધર્મેશ, દર્શન, વિમલ, વૈશાલી, મીના, જયશ્રી, ફાલ્ગુનીના દાદી. પ્રાર્થના સભા સોમવાર, ૧૪-૧-૧૯ના ૫થી ૭ રાખેલ છે. સ્થળ: શ્યામવાડી, દિંડોશી, ઑબેરોય મૉલની સામે, મલાડ (પૂર્વ) એક્સપ્રેસ હાઇવે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
નાંદોલ (હાલ બોરીવલી) સ્વ. સ્નેહલતા (ઉં. વ. ૭૫) તા. ૧૧-૧-૧૯ શુક્રવારે દેવલોક પામેલ છે. તે સ્વ. અનુપ્રસાદ હિરાલાલ ઠાકરના ધર્મપત્ની. ચિ. પિયુષ, અ.સૌ. ક્રિષ્ણા ભાવેશકુમાર ઠાકરના માતા. અ.સૌ. નીપાના સાસુ. ચિ. કિંજલ, મેહેક અને આદિત્યના દાદી. ચિ. અનેરી, ચિ. મૌલિકના નાની. સાદડી તેમજ લૌકિક પ્રથા બંધ છે. નિવાસ: એ-૫, પહેલો માળ, જીવનશોભા સો., ભજનલાલ માર્ગ, દૌલતનગર, બોરીવલી (પૂ.).
દશા સોરઠિયા વણિક
કોચિન નિવાસી ધીરજલાલ છગનલાલ જસાપરા (લાલુભાઈ) (ઉં. વ. ૮૭) કોચિન મુકામે તા. ૧૧-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. તે રૂગનાથ કપુરચંદ કુરાણી (નાગપુર)ના જમાઈ. તે ઉદય, પ્રણવ, કવિતા પ્રદીપકુમાર પારેખ, ગં.સ્વ. મમતા સંદીપ ગગલાણીના પિતાશ્રી. તે અનિશાના સસરા. તે ધરમશીભાઈ, ગં.સ્વ. નિર્મલાબેન ભૂપતરાય સાંગાણી (અમેરિકા)ના ભાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
૨૫ ગામ ભાટીયા
અ.સૌ. કીર્તિ (ઉં. વ. ૪૮) હાલ નાલાસોપારા - જામ કંડોરણાવાળા તે દિલીપ મોરારજી સંપટના પત્ની. મેહલના મમ્મી, તે સ્વ. અરુણકુમાર તથા ગં.સ્વ. સરલાબેન અરૂણકુમાર પંડ્યાના દીકરી, તે સ્વ. મોરારજી સંપટ, સ્વ. કરસનદાસ સંપટ અને સ્વ. છબીલદાસ સંપટના વહુ. તે રૂપા, તનૂજા, ફાલ્ગુની અને કાનનના બહેન તા. ૯-૧-૧૯ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.
કપોળ
સ્વ. રાધાબેન હરીલાલ મથુરિયાના પુત્રી કુમુદબેન (ઉં. વ. ૮૯), તે રમેશ હરીલાલ મથુરિયાના બેન તથા ડોલર, શ્રેયસ અને વૈશાલી સત્યેન સંઘવીના ફોઈ તથા હેમા અને તેજલના ફઈજી ગુરુવાર તા. ૧૦-૧-૧૯ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઈ-સુથાર
નાગનેશ હાલ કાંદિવલી સ્વ. હિરાબેન ચુનીલાલ પરમારના પુત્ર બીપીનભાઈ (ઉં. વ. ૭૫) તે સરોજબેનના પતિ. તે સ્વ. અનંતભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, સ્વ. જોસનાબેન, સ્વ. હસમતીબેન, ઈલાબેન, પ્રતિભાબેનના ભાઈ. તે જીગર, સંકેશ દિના, વિમલના પિતા. તે ગલસાળાવાળાના છોટાલાલ ડાહ્યાલાલ છલાળીયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૧૯ને રવિવારે સાંજે ૪ થી ૬. ઠે.: ચુનીલાલ કેશવજી પરમાર, ડી-૩૦૧, નિલામ્બુજ, કમલ એપાર્ટમેન્ટ, શંકરગલી, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દરજી બારેસી - વાંકાનેર
સાબરકાંઠા વાંકાનેરના હાલે કાંદિવલીના માતુશ્રી રતનબેન જેઠાભાઈ દરજીના પુત્ર નટવરલાલ જેઠાભાઈ દરજી (ઉં. વ. ૬૮) તા. ૨૯-૧૨-૧૮ના સ્વર્ગલોક પામેલ છે. તે કાંતાબેનના પતિ. ચીમનભાઈ હસમુખભાઈના ભાઈ. જયેશ, વર્ષા અને મંદાબેનના પિતાશ્રી. જે. આર. પરિવારના વડીલની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૩-૧-૧૯ના બપોરે ૩-૩૦ થી ૫-૩૦. સ્થળ: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ (બન્ઝારા) સિનેમા સામે, રેલવે સ્ટેશનની બાજુમાં, બોરીવલી (વે) રાખેલ છે. |