21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈથી ધમકીભર્યા ફોન આવતા જંયતી ભાનુશાળીના પરિવારે માગ્યું પોલીસ પ્રોટેકશન

અમદાવાદ: ભાજપના પ્રદેશ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા બાદ હવે તેમના પરિવારજનોને જાનનું જોખમ હોવાનું બહાર આવ્યું છે. અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાખવાની ધમકીઓ મુંબઈથી મળતી હોવાને લઈ ભાનુશાળીના પરિવારે પોલીસ રક્ષણની માગણી કરી હતી. પરિવારજનોએ આજે બપોરે પોલીસ પ્રોટેકશન માટે રેલવે એસપી ઑફિસને અરજી કરી પોલીસ સુરક્ષા માગી હતી. આ સંદર્ભે પોલીસે અરજી સ્વીકારી છે. જયંતી ભાનુશાળીના અમદાવાદ અને કચ્છના ઘરે પોલીસ સુરક્ષા આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળીની હત્યાના હાઇપ્રોફાઇલ કેસમાં મોત નિપજાવનારા હત્યારા પૂણેના સૂરજીત ભાઉ અને એક શાર્પ શૂટર એટીએસના સકંજામાં આવી ગયા હતા. જ્યારે આ હત્યાના કાવતરામાં સંડોવાયેલી મનિષા ગોસ્વામીને કચ્છમાંથી પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. ત્યારે જયંતી ભાનુશાળીનાં પરિવારે અજાણ્યા વ્યક્તિઓથી જીવના રક્ષણ માટે અરજી કરી હતી. જયંતી ભાનુશાળીનાં પરિવારને મુંબઇથી અજાણી વ્યક્તિ ફોન પર મારી નાખવાની ધમકી આપી રહ્યો છે તેવી ફરિયાદ નોંધાવી છે. જેના કારણે પરિવારજનો આજે પોલીસ પ્રોટેકશન માટે રેલવે એસપી ઑફિસ પહોંચ્યાં હતાં. તેમણે જીવના રક્ષણ માટે અરજી કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

54N1x24
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com