25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાઇબ્રન્ટ સમિટ- ૨૦૧૯: ૬૦૦ સીસીટીવીથી બાજ નજર રાખશે, ૫૦૦૦ પોલીસ ખડેપગે રહેશે

ગાંધીનગર: મહાત્મા ગાંધી મંદિરમાં આગામી તા.૧૮ થી તા.૨૦મી જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મોદી અને વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી ગુજરાત સરકારે પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં ખડેપગે ફરજ પર ગોઠવવામાં આવશે. તેમ જ શહેરના મુખ્ય પોઇન્ટો ઉપર ૬૦૦ સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટને લઇને તા.૧૬મી જાન્યુઆરીથી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જેથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ ઍરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે. આગામી તા.૧૮ થી તા.૨૦મી જાન્યુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની હોઇ તેમાં દેશના મોદી અને વિવિધ દેશોના ઉદ્યાગપતિઓ હાજર રહેવાના હોવાથી રાજ્ય સરકારે વીવીઆઈપીની સુરક્ષાને લઇને પાચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમ જ શહેરના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર સુરક્ષાના ભાગરૂપે ૬૦૦ સીસીટીવી કેમેરા લગાવી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જેથી તા.૧૬મી જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ ઍરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે. વિવિધ દેશોના ઉદ્યાગપતિઓની અને વડા પ્રધાનની સુરક્ષાને લઇને રાજ્યના ગૃહ ખાતાએ આ સમિટમાં આવવાના રૂટ પર પોલીસ કર્મચારીને ચુસ્ત બંદોબસ્ત પોઇન્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે તેમ જ અલગ અલગ સુરક્ષા પોઇન્ટ જેવા કે રાજ ભવન, મહાત્મા મંદિર, ઍરપોર્ટથી ગાંધીનગરના માર્ગ, હેલિપેડ અને પ્રધાન આવાસ વિસ્તારમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. જેથી મહાત્મા મંદિરથી ઍરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે. ઉપરાંત મહાત્મા મંદિરની આસપાસ ડ્રોન દ્વારા ટ્રેકિંગ કરવામાં આવશે અને વાઇબ્રન્ટ સમિટના સ્થળ મહાત્મા મંદિરથી ઍરપોર્ટ સુધી લાવવા અને લઇ જવા માટે ગાંધીનગર અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પાંચ વિશેષ પાઈલોટિંગ સેલ બનાવવામાં આવ્યો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોતાના મોબાઇલ પરથી જ તેમને ફાળવાયેલ અને તેના પોઇન્ટ અંગેની માહિતી આપવામાં આવશે. અલગ-અલગ જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓને તબક્કાવાર બંદોબસ્ત પોઇન્ટ ફાળવવામાં આવશે. આમ તા.૧૮મીથી તા.૨૦મી સુધીમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O5B757e8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com