15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બ્રેસવેલ, કુગલેઇનના ઓલ-રાઉન્ડ દેખાવથી ન્યૂ ઝીલેન્ડે ટી-ટ્વેન્ટી મેચ જીતી

ઓક્લેન્ડ: પાછા બોલાવાયેલા ડગ બ્રેસવેલ અને રાષ્ટ્રની ટીમમાં પ્રવેશ કરેલ નવોદિત સ્કોટ કુગલેઇન બૅટ અને બૉલ વડેના સારા દેખાવથી ન્યૂ ઝીલેન્ડને અહીં શુક્રવારે શ્રીલંકા સામે રમાયેલી એકમાત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૩૫ રનથી વિજય અપાવ્યો હતો.

શ્રીલંકાની ટીમ માટે આ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો જેમાં પહેલી ટેસ્ટ ડ્રો નીવડયા પછી બીજી ટેસ્ટ તથા ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ટ્વેન્ટી-૨૦ મેચમાં તેનો પરાજય થયો હતો.

ટોસ હારી જવા પછી પહેલા દાવ લેવા આમંત્રાયેલ ન્યૂ ઝીલેન્ડે ૫૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ બ્રેસવેલ (૪૪) અને ક્ુકલેઇન (૩૫ અણનમ)ની બૅટિંગથી તેનો જુમલો સાત વિકેટે ૧૭૯ રને પહોંચ્યો હતો.

બ્રેસવેલના ૨૬ બોલના દાવમાં પાંચ છગ્ગા અને એક ચોક્કાનો સમાવેશ હતો તથા કુગલેઇને ફક્ત ૧૫ બોલ રમી ચાર છગ્ગા અને એક ચોક્કો માર્યો હતો.

વળતા જવાબમાં શ્રીલંકાએ તેની છેલ્લી છ વિકેટ માત્ર ૨૬ રનમાં ગુમાવી દેતા તેનો દાવ છેવટના ૧૯ બોલ બાકી રહેતા ૧૪૪ રનમાં સમાપ્ત થઈ ગયો હતો.

કુગલેઇન અને બ્રેસવેલ બંનેએ પોતાની પહેલી ઓવરમાં વિકેટ ઝડપી હતી તથા તેઓ બંનેએ એક-એક કેચ પણ પકડ્યો હતો.

ઈંગ્લેન્ડના લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ન્યૂ ઝીલેન્ડ હવે ભારત સામે વન-ડે શ્રેણીનું આયોજન કરશે અને શ્રીલંકાની ટીમ ઑસ્ટ્રેલિયામાં રમવા જનાર છે. (એ.એફ.પી.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

02A53q5O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com