31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટેસ્ટની ‘પરીક્ષા’માં પાસ થયા બાદ હવે આજથી વન-ડેમાં ભારતની ‘કસોટી’
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે સિડનીમાં પ્રથમ વન-ડે: સવારે ૭.૫૦થી લાઇવ

ભુવનેશ્ર્વર કુમારની પસંદગી યોગ્ય લાગે છે, પણ કેપ્ટન વિરાટસિડની: ટેસ્ટ સિરીઝ-વિજય મેળવ્યા પછી અણધાર્યા વિવાદમાં આવી પડેલ ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલની શ્રેણીની અહીં શનિવારે રમાનાર પહેલી મેચ સાથે પંડ્યા અને રાહુલ વિના આગામી વર્લ્ડ કપ માટે પોતાની આખરી તૈયારીની શરૂઆત કરશે.

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે એક ટેલિવિઝન કાર્યક્રમમાં મહિલાઓ માટે અણછાજતી અને બિનજરૂરી ટીકા કરી ભારતની ટીમના એકધ્યાનપણામાં વિક્ષેપ પાડ્યો છે અને આ બંને ખેલાડી પર પ્રતિબંધ મૂકવો કે તેઓને શિક્ષા કરવી તેના ક્રિકેટ બૉર્ડ તરફથી લેનારાના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી અને આ કારણે ટીમના સત્તાધીશોએ હંમેશ મુજબ મેચના ખેલાડીઓની ટૂંકી નામાવલીની અગાઉથી જાહેરાત કરી ન હતી.

રોહિત શર્મા અને શિખર ધવનની ટીમમાં સ્થાયી બનેલી ઓપનિંગ જોડીના કારણે રાહુલની પસંદગીની આમ પણ સંભાવના રહેતી નથી, પણ મોટો સવાલ પંડ્યાની ગેરહાજરીનો હતો જે દસ ઓવરની બૉલિંગ કરી શકવાની આવડત ધરાવવા ઉપરાંત, મધ્યમ ક્રમની બૅટિંગ સાથે તે ઓલ-રાઉન્ડરનો સમાવેશ વન-ડે ટીમમાં સમતોલપણું ઉમેરે છે.

પંડ્યાની ગેરહાજરીમાં ભારતને તેના બૉલિંગ આક્રમણમાં ફેરફાર કરવાની ફરજ પડશે. જસપ્રીત બુમરાહને આ શ્રેણી તથા ન્યૂ ઝીલેન્ડ ખાતેના આગામી પ્રવાસમાંથી આરામ અપાયો છે અને ભુવનેશ્ર્વર કુમારની પસંદગી યોગ્ય લાગે છે, પણ કેપ્ટન વિરાટ કોહલી પર આધાર રહેશે કે તે પંડ્યાની ગેરહાજરીમાં ત્રણ ફાસ્ટ બૉલર સાથે રમવા ઈચ્છે છે કે નહીં. કેદાર જાદવનો પણ જરૂર પડતા પાર્ટ-ટાઈમ બૉલર તરીકે ઉપયોગ થઈ શકે છે.

આવી સ્થિતિમાં મોહંમદ શમી અને ખલીલ અહમદની પસંદગી પણ થઈ શકે છે.

અહીં સિડની મેદાન પરની પિચ પર થોડું ઘાસ છે જેથી ભારતીય સુકાની ત્રણ ઝડપી ગોલંદાજ અને બે સ્પિનર સાથે રમવા કદાચ રાજી થશે.

કોહલીએ કહ્યું હતું કે પંડ્યાની ગેરહાજરીમાં રવીન્દ્ર જાડેજા ટીમમાં ઓલ-રાઉન્ડરનું સ્થાન લઈ શકે છે.

ભારતનો ઑસ્ટ્રેલિયામાં વન-ડે ક્રિકેટનો દેખાવ ઘણો નબળો રહ્યો છે. ૧૯૮૫માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને ૨૦૦૮માં સિરીઝ-વિજય સિવાય, ભારત કાંગારુંઓની ભૂમિ પર ઑસ્ટ્રેલિયા સામે રમેલી ૪૮ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાંથી ૩૫ મેચ હારી ગયું છે.

ડેવિડ વોર્નર (૨૦૧૬માં ત્રણ મેચમાં ૨૨૦ રન) અને સ્ટીવ સ્મિથ (૨૦૧૬માં પાંચ મેચમાં ૩૧૫ રન)ની ગેરહાજરી ભારતને કદાચ મદદગાર બની શકે છે. વધુમાં મિચલ સ્ટાર્ક, પેટ કમીન્સ અને જોશ હેઝલવૂડની ફાસ્ટ બૉલરોની ત્રિપુટીને આ શ્રેણીમાંથી આરામ અપાયો છે.

ઑસ્ટ્રેલિયાની ટીમમાં પીટર સીડલ આઠ વર્ષની બાકાતીમાં ૨૦૧૦ પછી વન-ડે ટીમમાં પાછો ફર્યો છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વર, ખલીલ અહમદ, મોહંમદ શમી, મોહંમદ સિરાજ.

ઑસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરે (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેન્ડસ્કમ્બ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નેથન લાયન, પીટર સીડલ, જે. રિચર્ડસન, જેસન બેહરેનડોર્ફ.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર સવારે ૭.૫૦થી.(પી.ટી.આઈ.)

---

નંબર ગેમ

ક શિખર ધવનને વન-ડે ક્રિકેટમાં ૫,૦૦૦ રન પૂરા કરવા ફક્ત ૬૫ રનની જરૂર છે. તેણે ૧૧૫ વન-ડેમાં ૧૫ સદીની મદદથી ૪૫.૬૯ની બૅટિંગ-સરેરાશે કુલ ૪,૯૩૫ રન બનાવ્યા છે.

ક રવીન્દ્ર જાડેજાને વન-ડે ક્રિકેટમાં ૨,૦૦૦ રન પૂરા કરવા માત્ર ૧૮ રન જોઈએ છે. તેણે ૧૪૪ વન-ડેમાં ૧૦ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૧,૯૮૨ રન બનાવ્યા છે.

ક ભુવનેશ્ર્વર કુમાર એક વિકેટ લેશે એટલે તેની વન-ડેની વિકેટનો આંકડો ૧૦૦ ઉપર પહોંચી જશે. તેણે ૯૫ વન-ડેમાં કુલ ૯૯ વિકેટ લીધી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

E2V050n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com