14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બેસ્ટની હડતાળના રાજકારણમાં આમઆદમી નોખો નીકળી ગયો

બેસ્ટનું હડતાળ પર ઉતરવાનું આ પગલું બદતર છે. સામાન્ય રીતે પોતાનું ધાર્યું કરાવવા માટે યુનિયનોના ઇશારે નાચતા કર્મચારીઓ માટે હડતાળ એક હાથવગું સાધન બની રહ્યું છે. યુનિયનબાજી લોકશાહીમાં સૌથી ખરાબ ચીજ છે. સામાન્ય રીતે યુનિયનો કર્મચારીઓ-કામદારોના ઉત્કર્ષ માટે હોય છે. પરંતુ મહદ્અંશે આ યુનિયનો કામદારોના કલ્યાણની વાત તો બાજુએ રહી, રાજકીય હેતુઓ પાર પાડવા માટે જ કાર્ય કરતા હોય છે. એટલે જ મોટાભાગના યુનિયનો રાજકીય પક્ષોના સંલગ્ન હોય છે અથવા તો તેમની પ્રેરણાથી ચાલતા હોય છે.

બેસ્ટની આ હડતાળ પાછળ પણ રાજકારણથી વિશેષ બીજું

કંઇ નથી.

લોકસભાની ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યારે ભાજપ અને શિવસેના પોતપોતાનો અસલી રંગ બતાવવા લાગ્યા છે.

બેસ્ટના ૪૦,૦૦૦ કર્મચારીઓમાંથી પોતાના ૧૧ હજાર કર્મચારીઓ હોવાનો દાવો કરીને સેનાએ હડતાળમાંથી ખસી ગઇ અને જાહેરાત કરી કે મુંબઇગરાઓને હાલાકી ભોગવવા નહીં દઇએ. અમારા કર્મચારીઓ બસો દોડાવશે. પરિણામ શૂન્ય આવ્યું. ઊલટું સેનાના યુનિયનના કેટલાંક સભ્યોએ રાજીનામા આપી દીધાં અને શશાંક રાવના યુનિયનના સમર્થનમાં ઊભા રહ્યા. હવે મૂળ મુદ્દો એ છે કે શશાંક રાવના યુનિયનને ભાજપના આશીર્વાદ હોવાનું મનાય છે.

આ બે રાજકીય પક્ષોની રાજરમતમાં મુંબઇગરાઓનો ખો નીકળી રહ્યો છે. હવે ખબર પડીને કે બેસ્ટની હડતાળનો રંગ બસના રંગ જેવો લાલ કેમ છે! આ રંગ રાજકારણનો છે.

એક બીજાને તાળી આપીને વાત કરનારા ભાજપ અને શિવસેના હવે એકબીજાને હાથતાળી આપી રહ્યા છે.

સંબંધિત અધિકારીઓ સાથે બેસીને ચર્ચાવિચારણાથી ગૂંચ ઉકેલી શકે એમ હોય છતાં આખો મામલો કોર્ટમાં જાય અને કોર્ટે કમિટીની રચના કરવી પડે એ વાત નાલેશી ભરી છે. વાતે વાતે કોર્ટમાં ધા નાખવાની પરિસ્થિતિ હિતાવહ નથી.

બેસ્ટના કર્મચારીઓ પણ ખોટા નથી. તેમની માગણીઓ પણ ગેરવાજબી નથી. માન્યું તેમને સમયસર પગાર નથી મળતો, તેમના નિવૃત થયેલા કર્મચારીઓને પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીની રકમ બેચાર વર્ષથી મળી નથી એ પણ કબૂલ, બોનસ ચૂકવ્યું નથી એ પણ સ્વીકાર્ય વાત, બેસ્ટને પાલિકામાં વિલીનીકરણની માગણી પર ધ્યાન નથી અપાતું એ મુદ્દો પણ વાજબી. પરંતુ હડતાળ પર ઉતરીને બેસ્ટ મેનેજમેન્ટનું નાક દબાવવા જતાં પબ્લિકનો શ્ર્વાસ રૂંધાય છે એનું શું?

અને પોતાના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવી ન શકે એવું મેનેજમેન્ટ શું કામનું?

પાંચમા દિવસમાં પ્રવેશેલી બેસ્ટની હડતાળ બસ હડતાળનો રેકોર્ડ તોડીને ઐતિહાસિક રૂપ ધારણ કરી રહી છે ત્યારે કોર્ટે તો પ્રજાને વહારે આવીને કમિટી બનાવી છે.

હવે કમિટીના સભ્યોએ સત્વરે પ્રજાની હાલાકીનો ખ્યાલ કરીને હડતાળનો અંત આણવો જોઇએ. રાજકીય પક્ષોના પ્યાદાઓ સમા યુનિયનો હકીકતમાં પ્રજાનું કલ્યાણ કરવાને બદલે અકલ્યાણકારી પ્રવૃત્તિઓ વધુ કરે છે.

મુંબઇમાં રોજના લાખો લોકોને બસની મુસાફરી જ પોસાય છે. જ્યાં લોકલ ટ્રેન નથી પહોંચતી ત્યાં બસ સેવા ઉપયોગી છે. યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યા વિના પણ કોઇ માર્ગ શોધી કાઢવાની જરૂર હતી, પરંતુ રાજકારણના ખેલાડીઓ આવું થવા દેતા નથી.

હડતાળનું કોકડું ઉકેલવા રચાયેલી કમિટી કઇ રીતે ગૂંચ ઉકેલે છે તે જોવું રહ્યું. યુનિયનોને લેખિત બાંયધરી ખપે છે, પણ અવારનવાર હડતાળ પર ઉતરી જઇને પ્રજાને બાનમાં લેવાની જે આદત પડી ગઇ છે એની ગંભીર નોંધ લઇને ભવિષ્યમાં કોઇ યુનિયન આવું ન જ કરી શકે એવા કાયદા ઘડવા જોઇએ...! પણ ખાટલે મોટી ખોડ એ છે કે રાજકીય પક્ષોના યુનિયનો હોય કે તેમના આશીર્વાદ હોય કે તેમની પ્રેરણાથી ચાલતા હોય તો આવો કાયદો ઘડે કોણ? ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68u33V2f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com