21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેટ્રો-થ્રી: ૧૬.૬૯ કિ.મી. ટનલનું કામ પૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ- અન્ડરગ્રાઉન્ડ મેટ્રો થ્રી લાઇન માટે શહેરના વિવિધ વિસ્તારમાં ટનલ ખોદવાનું કામ ચાલુ છે. આ પ્રોજેકટ માટે ૩૩.૫ કિ.મી. લાંબી ટનલ ખોદવાની છે, જેનું કામ હાલમાં ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) દ્વારા થઇ રહ્યું છે. શુક્રવારે ગોદાવરી ટીબીએમ મશીન એક અને બેએ ત્રણ કિ.મી. લાંબી ટનલનું ખોદકામ પૂર્ણ કર્યું હતું. તે સાથે જ મેટ્રો થ્રીની ૧૬.૬૯ કિ.મી.ની ટનલનું કામ પૂર્ણ થયું હતું. તાજેતરમાં વૈતરણા ટીબીએમ એક અને બેએ પણ ત્રણ કિ.મી.ની ટનલ ખોદવાનું કામ પૂર્ણ કર્યું હતું. કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો પ્રોજેકટ પર કામ કરનાર મુંબઈ મેટ્રોરેલ કોર્પોરેશન (એમએમઆરસી)ના અધિકારીના જણાવ્યા અનુસાર ૨૦૧૯ સુધીમાં ૮૦ ટકા ટનલનું કામ પૂર્ણ કરવાની અમારી યોજના છે. નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં પહેલી ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. મરોલના પાલી ગ્રાઉન્ડથી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ ટૂ વચ્ચેની ૧.૨૬ કિ.મી. લાંબી ટનલનું ખોદકામ ૨૫૯ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a1vU25
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com