| મેટ્રો-ટુએ અને મેટ્રો-૭નું પાયાનું ૮૫ ટકા કામ પૂરું |
| ટૂંક સમયમાં મેટ્રોના ટ્રેક બેસાડવાનું કામ શરૂ કરાશે |
|
| (અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમૅન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા અનેક મેટ્રો પ્રોજેકટનું કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મેટ્રો-ટુએ અને મેટ્રો-૭નું મોટા ભાગનું ફાઉન્ડેશન વર્ક (પાયાનું કામ) પૂર્ણ થઇ ગયું છે. બીજી બાજુ ટૂંક સમયમાં મેટ્રોના ટ્રેક બેસાડવાનું કામ પણ શરૂ કરવામાં અવાશે.
અનેક સમસ્યાઓ વચ્ચે આ બંને મેટ્રો કોરિડોરનું કામ સતત આગળ વધી રહ્યું છે. મેટ્રો-ટુએ અને મેટ્રો-૭ લાઇનનું ૮૫ ટકા ફાઉન્ડેશન વર્ક, ૬૯ ટકા પિલર ઊભા કરવાનું કામ અને ૫૦ ટકા ગર્ડર લોન્ચ કરવાનું કામ સફળતાપૂર્વક પાર પડ્યું છે. વધુમાં આ બંને મેટ્રો લાઇનના તમામ સ્ટેશનનું કામ પણ શરૂ છે. ઑથોરિટીને મેટ્રોના ટ્રેક્સ ઉપલબ્ધ થઇ ગયા છે. ટૂંક સમયમાં તેને બેસાડવાનું કામ શરૂ કરવામાં આવશે. શુક્રવારે એમએમઆરડીએના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર પ્રવીણ દરાડેએ મેટ્રોના કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચોમાસા પહેલા દહિસર-ડી.એન.નગર મેટ્રો-ટુએ અને અંધેરી (પૂર્વ)-દહિસર (પૂર્વ)-મેટ્રો ૭નું તમામ સિવિલ વર્ક પૂર્ણ કરવાનો નિર્દેશ સંબંધિત કોન્ટ્રાકટરને આપ્યો છે, જેથી કરીને બેરિકેડ્સ હટાવીને વાહનો માટે માર્ગ મોકળો કરી શકાય. ઉ |
|