18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાહનો ચોરનારા બે જણ પકડાયા: ૨૯ ટૂ-વ્હીલર જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ અન નવી મુંબઈમાં વિવિધ વિસ્તારમાંથી વાહનો ચોરનારા બે યુવકને યલોગેટ પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. પકડાયેલા બંને યુવકે ચોરેલાં વાહનો વાશી, સીબીડી બેલાપુર, ખારઘરમાં રાખ્યાં હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યા બાદ પોલીસે ઉપરોક્ત સ્થળોએથી રૂ. ૬.૩૧ લાખની કિંમતનાં ૨૯ ટૂ-વ્હીલર જપ્ત કર્યાં હતાં.

યલોગેટ પોલીસે ધરપકડ કરેલા યુવકોની ઓળખ મેહરાજ અબ્દુલબારી શેખ (૧૯) અને મુસ્તાક લાલબાબુ મન્સુરી ઉર્ફે સલમાન (૧૯) તરીકે થઇ હતી. મેહરાજ શેખ વિરુદ્ધ નેરુળ અને બેલાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ રે રોડ વિસ્તારમાં રહેતા હર્ષદ કોળી (૨૫)એ તેનું સ્કૂટર ભાઉચા ધક્કા ખાતે પેટ્રોલ પંપ નજીક પાર્ક કર્યું હતું, જે બાદમાં ચોરાઈ ગયું હતું. આથી તેણે યલોગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ ઘટનાસ્થળ તથા માર્ગ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં એક શંકાસ્પદ યુવક નજરે પડ્યો હતો. આ ફૂટેજને આધારે તપાસ આદરીને પોલીસે ગુનામાં સંડોવાયેલા મેહરાજ શેખને ઝડપી પાડ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5uP42L
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com