21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હડતાળનો ફાયદો મેટ્રો અને મોનોરેલને થયો
પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બેસ્ટની હડતાળને પગલે મેટ્રો અને મોનોના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હડતાળ દરમિયાન મેટ્રોમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓની સંખ્યા ૫૦,૦૦૦ જેટલી વધી છે, જ્યારે મોનોના પ્રવાસીઓમાં પણ ૭૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રોજના અંદાજે ચાર લાખ જેટલા પ્રવાસીઓ મેટ્રોમાં પ્રવાસ કરે છે. જોકે, આઠ ડિસેમ્બરથી એટલે કે જ્યારથી બેસ્ટની હડતાળ થઇ છે, ત્યારથી મેટ્રોના પ્રવાસીઓમાં ૫૦,૦૦૦નો વધારો થયો છે. વડાલાથી ચેમ્બુર વચ્ચે દોડતી મોનોરેલમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મોનોમાં દરરોજ અંદાજે ૧૪,૦૦૦ પ્રવાસી પ્રવાસ કરે છે, પરંતુ છેલ્લા ચાર દિવસમાં પ્રવાસીઓની સંખ્યા વધીને ૨૫,૦૦૦ થઇ છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને મેટ્રો પ્રશાસન દરરોજની ૧૨ વધારાની ટ્રિપ દોડાવવામાં આવી રહી હોવાનું મેટ્રો પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ મોનોરેલને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો નથી ત્યારે હડતાળને પગલે મોનોરેલમાં પણ પ્રવાસીઓની નોંધનીય હાજરી જોવા મળી રહી છે. એટલું જ નહીં, અમુક દિવસમાં મોનોરેલનો કારભાર સંભાળનાર એમએમઆરડીએની આવક પણ એક લાખ રૂપિયાથી વધીને રૂ. ૧.૭૨ લાખ પર પહોંચી છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0u20Yfb
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com