19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બેસ્ટના ઈતિહાસમાં સૌથી લાંબી હડતાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પોતાની જુદી જુદી માગણીઓને લઈને સોમવાર મધરાતથી હડતાળ પર ઊતરી ગયેલા બેસ્ટ કર્મચારીઓની હડતાળ આજે પાંચમા દિવસમાં પ્રવેશ કરશે. બેસ્ટ ઉપક્રમના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી હડતાળ કહેવાય છે. આ દરમિયાન આ હડતાળને કારણે બેસ્ટ ઉપક્રમને અત્યાર સુધી ૧૨ કરોડ રૂપિયાથી પણ વધારે આર્થિક નુકસાન થયું હોવાનું કહેવાય છે.

બેસ્ટના ઈતિહાસમાં આ હડતાળ સૌથી વધુ દિવસ ચાલનારી બની રહી છે. આ અગાઉ ૧૯૯૭માં પોતાની જુદી જુદી માગણીઓ માટે બેસ્ટના કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હતા ત્યારે ત્રીજા દિવસે જ હડતાળ સમેટાઈ ગઈ હતી. તો આ અગાઉ પણ અનેક વખત કર્મચારીઓ હડતાળ પર ગયા છે પણ સામાન્ય રીતે એકાદ-બે દિવસમાં કર્મચારીઓના યુનિયન દ્વારા આ હડતાળ પાછી ખેંચી લેવામાં આવી હતી.

આ હડતાળને લઈને આજે સવારે અગિયાર વાગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાની છે, તેમાં જો કોઈ ઉકેલ આવી ગયો તો કદાચ હડતાળ પાછી ખેંચાઈ જાય પણ જો તેમાં કોઈ ઉકેલ નહીં આવ્યો તો કદાચિત હડતાળ આજે પણ કાયમ રહે એવી શકયતા છે.

બેસ્ટ ઉપક્રમના કામગાર સંગઠનોએ જાહેર કરેલી આ હડતાળને કારણે છેલ્લા ચાર દિવસમાં એક પણ બસ રસ્તા પર દોડી નથી. એક પણ બસ ડ્રાઈવર અને કંડક્ટર કામ પર હાજર રહ્યો નહોતો, તેથી તમામ બસ ડેપોમાં જ ઊભી રહી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

855m78
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com