19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સળંગ ચોથા દિવસે મુંબઈગરા બેહાલ

મુંબઈ: શુક્રવારે સળંગ ચોથા દિવસે પણ લાખો મુંબઈગરાને બેસ્ટની હડતાળ યથાવત રહેતા હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. આ દરમિયાન હાઈ કોર્ટમાં સુનવણી દરમિયાન પહેલા હડતાળ પાછી ખેંચો પછી ચર્ચા કરશું એવું સ્પષ્ટ શબ્દોમાં પાલિકા અને રાજ્ય સરકારે કર્મચારી સંગઠનને સંભળાવ્યું હતું. જોકે ઉકેલ આવ્યા સિવાય હડતાળ પાછી ખેંચવામાં આવશે નહીં એ વાત પર કર્મચારી સંગઠન મક્કમ રહેતા આજે પણ મુંબઈગરાને હાલાકી વેઠવી પડવાની છે.

બેસ્ટની હડતાળને લઈને હાઈ કોર્ટમાં અરજી દાખલ થયા બાદ બેસ્ટ કર્મચારીઓની માગણી પર હવે રાજ્ય સરકાર ઉકેલ લાવવાની છે તેથી કામગારો સાથેની મેયર બંગલા પર ચાલી રહેલી બેઠકને અધવચ્ચે જ શિવસેનાએ પતાવી દેવી પડી હતી. જોકે રાજ્ય સરકાર સાથે થયેલી બેઠક બાદ પણ કામગાર સંગઠન હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

મેયર બંગલામાં ગુરુવારે ચાલી રહેલી બેઠકને કારણે હડતાળ પાછી ખેંચાઈ જાય એવી શકયતા જણાતી હતી પણ કામગારોની સુધારિત પે ગ્રેડ અને બેસ્ટ ઉપક્રમના વિલીનીકરણ આ બે મુદ્દા પર બેઠક નિષ્ફળ ગઈ હતી. કમિશનર અજોય મહેતાએ બેસ્ટ ઉપક્રમનું પાલિકામાં વિલીનીકરણનો પણ સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેથી કામગારોમાં ભારે રોષ ફેલાયો હતો અને સળંગ ચોથા દિવસે પણ હડતાળ ચાલુ જ રહી હતી. હવે વીજળી, પાલિકા, ગોદી કામગારોએ પણ આ હડતાળને સમર્થન આપતા પ્રશાસન પર દબાણ વધી ગયું હતું. તેથી મેયર બંગલામાં શુક્રવારે બપોરે ફરી એક વાર કામગાર સંગઠનોને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જ મુંબઈ હાઈ કોર્ટમાં હડતાળને લઈને કરવામાં આવેલી અરજી પણ સુનાવણી ચાલુ થતા આ બેઠક રોકી દેવી પડી હતી.

ચાર દિવસ સુધી આ હડતાળને લઈને મૌન ધારણ કરી બેઠેલી રાજ્ય સરકારને બેસ્ટ કર્મચારીની સમસ્યા પર એક ઉચ્ચ સમિતિની સ્થાપના કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. તે મુજબ બેસ્ટ ઉપક્રમના જનરલ મેનેજર સુરેન્દ્ર બાગડેએ હાઈ કોર્ટમાં બેસ્ટની આર્થિક પરિસ્થિતિ અને હડતાળ બાબતે માહિતી આપી હતી. તે મુજબ આજે સવારે ૧૧ વાગે ઉચ્ચ સ્તરીય સમિતી અને કામગાર સંગઠન વચ્ચે બેઠક થવાની છે.

આ દરમિયાન બેસ્ટની હડતાળને કારણે લાખો પ્રવાસીઓને ખાનગી બસ, ઑટોરિક્ષા, ટૅક્સી સહિત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો સહારો લેવો પડયો હતો. એ સિવાય સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઈનમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. જોકે રોજ દોડતી બેસ્ટની બસની સંખ્યામાં આ સગવડ અપૂરતી હોવાને કારણે સ્કૂલ, કૉલેજ સહિત ઑફિસે જનારાઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.

બેસ્ટની હડતાળને ગેરકાયદે જાહેર કરીને બેસ્ટ પ્રશાસન દ્વારા અત્યાર સુધી ૩૦૦થી વધુ કર્મચારીઓને મહારાષ્ટ્ર ઈશેન્શિયલ સર્વિસ મેઈનટેનન્સ ઍક્ટ (મેસ્મા) હેઠળ નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે. તેમ જ બેસ્ટ ક્વોટર્સ ખાલી કરવાની સાથે જ ક્વોટર્સમાં વીજળીના જોડાણ કાપવાની કવાયત પણ બેસ્ટ પ્રશાસને હાથ ધરી છે. છતાં કર્મચારીઓ હડતાળ પાછી ખેંચવા તૈયાર નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6bi4QA3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com