14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હડતાળનો ફટકો મુંબઈગરાને પડશે: બેસ્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બેસ્ટની હડતાળ મુંબઈગરાને મોંઘી પડી શકે છે. બેસ્ટ ઉપક્રમ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, તેમાંથી બહાર નીકળવા માટે બેસ્ટ પ્રશાસને ચાર રૂપિયાથી લઈને ૨૩ રૂપિયા સુધીનો ભાડા વધારાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. બેસ્ટ પ્રશાસને આ પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકા કમિશનરને સોંપ્યો હોવાનું કહેવાય છે. બેસ્ટને આર્થિક રીતે સુધારવા માટે બસની ટિકિટમાં વધારો કરવો આવશ્યક હોવાની સલાહ મુંબઈ મહાનગરપાલિકાએ આપી હતી. બેસ્ટની હડતાળ અને બેસ્ટની આર્થિક સમસ્યા સુધારવા માટે ભાડા વધારો આવશ્યક હોવાનું કહેવામાં આવ્યું છે.

બેસ્ટ પ્રશાસન તરફથી ચાર રૂપિયાથી ૨૩ રૂપિયા સુધીનો ભાડા વધારાનો પ્રસ્તાવ હોઈ બે કિલોમીટરથી ૪૫ કિલોમીટર સુધીના પ્રવાસમાં ભાડા વધારાનો પ્રસ્તાવ છે. આ ભાડા વધારાને કારણે બેસ્ટનું નુકસાન ઓછું થશે અને તેની સીધી અસર પ્રવાસીઓને થશે.

---

બેસ્ટન માથે આટલું દેવું

વિવિધ બૅન્ક પાસેથી બે હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે. છેલ્લાં પાંચ વર્ષમાં બે હજાર ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિટાયર્ડ કર્મચારીઓને ૪૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. ન્યુટ્રિશન સરચાર્જ અને સરકારને પાંચસો કરોડ રૂપિયા ચૂકવવાના છે. દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાની ખાદ્ય વધી રહી છે. ટ્રાન્સપોર્ટની ખોટ વીજ ગ્રાહકો પાસેથી વસૂલ કરી તે પ્રકરણમાં કોર્ટે આ રકમ ગ્રાહકોને પાછી આપવાનો આદેશ આપ્યો છે અને આ રકમ લગભગ અઢી હજાર કરોડ રૂપિયા કહેવાય છે. વીજચોરી અને વીજગળતરને કારણે ૨૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થાય છે. ઓલા-ઉબેર અને મેટ્રોને કારણે પણ બેસ્ટને ફટકો પડયો છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

jw2vP3qh
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com