19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હડતાળનો અંત લાવો: હાઇ કોર્ટનો બૅસ્ટના યુનિયનને આદેશ
સંગઠન સાથે વાટાઘાટ માટે કમિટી બનાવાઇ

મુંબઈ: મુંબઈ હાઇ કોર્ટે શુક્રવારે બૅસ્ટ વર્કસ યુનિયનને રાજ્ય સરકાર અને બૃહદ મુંબઈ મહાનગરપાલિકા સાથેના વિવાદને ઉકેલવા માટે પ્રથમ પગલું ભરવા તથા કર્મચારીઓની હડતાળનો અંત લાવવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બૅસ્ટના કર્મચારીઓ સોમવાર મધરાતથી બેમુદ્દત હડતાળ પર ઊતર્યા છે.

કોર્ટે યુનિયનને હડતાળ પાછી ખેંચવા માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવાનું પણ કહ્યું હતું. સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે યુનિયન સાથે ચર્ચા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શહેરી વિકાસ અને પરિવહન વિભાગના સચિવોનો પણ સમાવેશ કરાયો છે. બૅસ્ટના અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

યુનિયન સહકાર આપે અને તેમના વરિષ્ઠો સામે તાકેલાં શસ્ત્રો હેઠા મૂકે તો અમે જાહેર બસ સેવાના કર્મચારીઓ સાથે સમસ્યાનો ઉકેલ લાવવા તૈયારી છીએ, એમ પાલિકા અને બૅસ્ટના વકીલોએ કોર્ટને કહ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે સત્તાવાળાઓ દ્વારા પહેલાથી સમિતિ રચવામાં આવી છે અને તેઓ સમસ્યાનો ઉકેલ લાવવા ઇચ્છે છે ત્યારે યુનિયને પણ હડતાળ પાછી ખેંચવા માટે પ્રયાસ કરવા જોઇએ.

શહેરની અમુક પ્રતિષ્ઠા છે. પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરને તમે બાનમાં ન લઇ શકો. તમે પ્રથમ પગલું ભરો, બેઠક બોલાવો અને સરકાર સાથે ચર્ચા કરો, એમ હાઇ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.

બૅસ્ટના કર્મચારીઓને તાત્કાલિક હડતાળ પાછી ખેંચવાનો નિર્દેશ કરવામાં આવે એવી માગણી સાથે વકીલ દત્તા માને દ્વારા કરાયેલી જનહિત અરજી પરની સુનાવણી ચાલી રહી હતી. (પીટીઆઇ)

---

બેસ્ટ સમિતિની સભા મોકુક

મુંબઈ: છેલ્લા ચાર દિવસથી બેસ્ટ ઉપક્રમના ટ્રાન્સપોર્ટ ખાતાના કર્મચારીઓએ ચાલુ કરેલી હડતાળના સંદર્ભમાં વિરોધપક્ષના સવાલોનો જવાબ આપવો ભારે પડશે એવા ડરે શુક્રવારની બેસ્ટ સમિતિની બેઠકને સંખ્યાબળને કારણે મોકુફ કરવાની ફરજ બેસ્ટ સમિતિના અધ્યક્ષને પડી હતી. આ દરમિયાન વિવિધ માગણીઓને લઈને ચાલી રહેલી હડતાળને કારણે બેસ્ટ અને પાલિકામાં રહેલી સત્તાધારી શિવસેનાને જવાબ આપવો ભારે પડી રહ્યો હોવાનું શુક્રવારની બેસ્ટ સમિતિમાં જણાઈ આવ્યું હતું.

બેસ્ટ કર્મચારીઓએ પોકારેલી હડતાળની પાર્શ્ર્વભૂમિ પર શુક્રવારે બેસ્ટ સમિતિની બેઠકમાં ધમાલ થવાની શકયતા જણાઈ આવતા શિવસેનાએ પોતાના સભ્યોને સમયસર હાજર નહીં રહેવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u238P12s
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com