19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતીયને અંતરિક્ષમાં મોકલવાનું ઇસરનું મિશન

બેંગલૂરુ: ડિસેમ્બર ૨૦૨૧માં સમાનવ અવકાશયાન (ગગનયાન) મોકલવાની તેમ જ તેમાં એક મહિલા અવકાશયાત્રીનો સમાવેશ કરવાની ભારતની યોજના છે, એમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ કે. સિવને શુક્રવારે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આ મિશનને સફળ બનાવવા ઈસરોએ ત્રણ અવકાશવીરનો સમાવેશ કરતી આ અવકાશયાત્રા માટે નવા કેન્દ્રની સ્થાપના કરી છે. અમે જરૂરી તમામ પગલાં લીધાં છે અને વર્ષ ૨૦૧૯માં ગગનયાન અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે, એમ તેમણે કહ્યું હતું.

સૌપ્રથમ તો અમે ડિસેમ્બર ૨૦૨૦ અને ત્યાર બાદ જુલાઈ ૨૦૨૧માં માનવરહિત અવકાશયાન મોકલવાની યોજના ઘડી રહ્યા છીએ. આ યોજના સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ડિસેમ્બર ૨૦૨૧માં સમાનવ અવકાશયાન મોકલવાની અમારી યોજના છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ ટીમ આ લક્ષ્યને પાર પાડવાના કામમાં જોતરાઈ ગઈ છે. આ મિશન માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ રૂ. ૯૦૨૩ કરોડના ભંડોળને મંજૂરી આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોને આ મિશન વર્ષ ૨૦૨૨ સુધીમાં પાર પાડવાની જાહેરાત કરી હતી.

વર્ષ ૨૦૨૨માં ભારત તેના ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે ત્યારે કે પછી તે પહેલા દેશના અમુક યુવાનો અને યુવતીઓ અવકાશમાં તિરંગો લહેરાવશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપતા કહ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7jWB7l7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com