25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જીએસટી: નાના વેપારીઓ માટે વીમા યોજનાની વિચારણા

નવી દિલ્હી: ચૂંટણી પૂર્વે સરકાર જીએસટીમાં વધુ રાહત આપી શકે છે. જીએસટીમાં નોંધાયેલા લાખો લઘુ અને મધ્યમકક્ષાના વેપારીઓ માટે વીમા યોજના લાવવા સરકાર વિચારી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જેમ અકસ્માત વીમા યોજના આ સેક્ટરને પૂરી પાડવા વિચારાધીન છે. વેપારીઓને પરવડી શકે એવા પ્રીમિયમે સ્કીમ ઓફર થશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વેપારીઓ માટે કાર્યરત યોજનાના આધારે આ સ્કીમ હશે. નાના વેપારીઓને ટર્નઓવરના આધારે રૂ. ૧૦ લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે. ઉપરોક્ત સ્કીમ જો સરકાર દ્વારા મંજૂર થશે તો બજેટ સત્ર પહેલા જાન્યુઆરીના અંતમાં જાહેર થઈ શકે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક રૂ. ૧૨ના પ્રીમિયમ સાથે રૂ. ૨ લાખનો અકસ્માત વીમો મળે છે. જે ૧૮ થી ૭૦ વર્ષના વય જૂથ માટે ઉપલબ્ધ છે જે માટે તેઓની મંજૂરી જરૂરી છે.

જે વેપારીઓ કોમ્પ્યુટરાઈઝેશન અપનાવવા અને બિઝનેશ અપગ્રેડ કરવા ઈચ્છતા હશે. તેમને રાહતના દરે ફાઈનાન્સ પૂરું પાડવા વિશે પણ સરકાર વિચારી રહી છે. મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ પણ વિચારાધીન છે. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

uv40M74
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com