19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દીવાલ મુદ્દે શટડાઉન: ટ્રમ્પ કટોકટી જાહેર કરશે?

વૉશિંગ્ટન: વિકટ રાજકીય પરિસ્થિતિ અને ૨૧ દિવસના સરકારી શટડાઉનનું કારણ બનેલી અમેરિકા-મૅક્સિકો સરહદે વિવાદાસ્પદ દીવાલ ચણવા ભંડોળ છૂટું કરવા અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે જે તેમને અમેરિકી કૉંગ્રેસની ઉપરવટ જઈને વિવાદાસ્પદ દીવાલ માટે ભંડોળ છૂટું કરવાની પરવાનગી આપશે.

અમેરિકા-મૅક્સિકો સરહદે દીવાલ ચણવા ટ્રમ્પે અમેરિકી કૉંગ્રેસ પાસેથી ૫.૭ અબજ ડૉલરની માગણી કરી છે.

સ્થળાંતરીઓને દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકોને તેમ જ ડ્રગ્સની દાણચોરીને અટકાવવા આ દિવાલનું ચણતર કરવું જરૂરી હોવાનું ટ્રમ્પનું કહેવું છે.

દીવાલ માટે ભંડોલ પૂરું પાડવા કોઇપણ કાયદાને મંજૂરી આપવાનું ડૅમોક્રેટોએ અગાઉ અનેકવાર નકારી કાઢ્યું હતું.

કાયદાકીય પડકારોનો સામનો કરવો પડે તેવું રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની દિશામાં શું તમે આગળ વધી રહ્યા છો? એ પ્રકારના ગુરુવારે ટૅક્સાસ ખાતે સરહદની મુલાકાતે ગયેલા ટ્રમ્પને પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કારણકે આ સમસ્યાને હું વ્યાપક દૃષ્ટિએ નિહાળી રહ્યો છું અને અમારે એ વહેલામાં વહેલી તકે કરી લેવું જોઈએ કેમ કે એ સામાન્ય સમજદારી છે અને તે વધુ ખર્ચાળ પણ નથી.

દિવાલ માટે કરવામાં આવનારાં ખર્ચ જેટલી કે તેનાથી વધુ બચત અમે દર વરસે કરી શકીશું, એમ તેમણે કહ્યું હતું.

જો ડૅમોક્રેટો દિવાલ માટે ૫.૭ અબજ ડૉલરના ભંડોળને મંજૂરી નહીં આપે તો રાષ્ટ્રીય કટોકટી જ છેલ્લો વિકલ્પ હશે અને અમે તેનો ઉપયોગ કરીશું એવી ધમકી ટ્રમ્પે આપી હતી. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kClvV85
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com