19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુરમિત રાહમહીમ સિંહ પત્રકારની હત્યા માટે દોષી

પંચકુલા: સૅન્ટ્રલ બ્યૂરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન (સીબીઆઇ)ની અદાલતેે ૧૬ વર્ષ પહેલાં પત્રકાર રામચંદર છત્રપતિની કરાયેલી હત્યા બદલ બની બેઠેલા ધર્મગુરુ ગુરમિત રામરહીમ સિંહ અને અન્ય ત્રણને શુક્રવારે દોષી જાહેર કર્યા હતા.

સીબીઆઇ અદાલતના ન્યાયાધીશ જગદીપ સિંહ ડેરા સચ્ચા સૌદાના વડા અને અન્ય ગુનેગારોની સજા ૧૭મી જાન્યુઆરીએ જાહેર કરશે.

૫૧ વર્ષીય ધર્મગુરુ રોહતકમાંની સુનરિયા જેલમાંથી વીડિયો કૉન્ફરન્સ દ્વારા અદાલત સમક્ષ હાજર થયા હતા. તેઓ હાલમાં પોતાની બે મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.

અગાઉ, પત્રકારે આ ધર્મગુરુ દ્વારા મહિલાઓની જાતીય સતામણી કરાતી હોવાનું કહેતો પત્ર પોતાના અખબારમાં પ્રસિદ્ધ કર્યો તે પછી ૨૦૦૨માં હરિયાણાના સિરસા ખાતે તેની હત્યા કરાઇ હતી.

હત્યાના કેસમાં ગુરમિત રામરહીમ સિંહને જનમટીપ થઇ શકે છે.

પત્રકરની હત્યાના કૅસના અન્ય ગુનેગારોમાં કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણલાલ છે. તેઓ પણ પંચકુલા અદાલત સમક્ષ હાજર થયા હતા અને તેઓની તબીબી તપાસ કર્યા બાદ અંબાલા જેલમાં લઇ જવાયા હતા. ચારે ગુનેગારને ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૧૨૦બી (ષડ્યંત્ર) હેઠળ દોષી ઠેરવાયા હતા. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w8fy57
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com