19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આલોક વર્માએ રાજીનામું આપ્યું
હૉમ ગાર્ડ્સના ડિરૅક્ટર જનરલનો નવો હોદ્દો ન સ્વીકાર્યો

નવી દિલ્હી: સૅન્ટ્રલ બ્યૂરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન (સીબીઆઇ)ના ભૂતપૂર્વ ડિરૅક્ટર આલોક વર્માએ પોતાને તાત્કાલિક અસરથી ‘સેવાનિવૃત્ત સમજવા’ શુક્રવારે સરકારને વિનંતિ કરી હતી.

અગાઉ, એક ઉચ્ચ સ્તરની સમિતિ દ્વારા આલોક વર્માને સીબીઆઇમાંના હોદ્દા પરથી દૂર કરાયા હતા.

આલોક વર્માએ ફાયર સર્વિસીસ, સિવિલ ડિફૅન્સ અને હૉમ ગાર્ડ્સના ડિરૅક્ટર જનરલનો નવો હોદ્દો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે સરકારી કર્મચારીઓ અને તાલીમ વિભાગના સચિવને લખ્યું હતું કે પસંદગી સમિતિએ મારી પાસેથી સીબીઆઇના વડાનો હોદ્દો આંચકીને મારી ટ્રાન્ફર કરતા પહેલાં મને સૅન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) દ્વારા રેકૉર્ડ કરાયેલી વિગત અંગે ખુલાસો કરવાની તક નહોતી આપી.

આલોક વર્મા અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ તેમ જ (આંદામાન અને નિકોબાર ટાપુઓ સિવાયના) કેન્દ્રશાસિત પ્રદેશોના કૅડરના ૧૯૭૯ બૅચના ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) અધિકારી છે. તેમને સીબીઆઇના ડિરેક્ટરપદેથી ગૃહ મંત્રાલય હેઠળના ફાયર સર્વિસીસ, સિવિલ ડિફૅન્સ અને હૉમ ગાર્ડ્સના ડિરૅક્ટર જનરલ તરીકે તબદીલ કરાયા હતા.

આલોક વર્માએ સીબીઆઇના સ્પૅશલ ડિરૅક્ટર રાકેશ અસ્થાનાનો આડકતરો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કુદરતી ન્યાયની યંત્રણાનો ભંગ કરાયો હતો અને સમગ્ર પ્રક્રિયા ઊંધી કરીને મને સીબીઆઇના ડિરૅક્ટરપદેથી દૂર કરાયો હતો. સીબીઆઇના જે અધિકારી (અસ્થાના) સામે તપાસ ચાલી રહી છે

તેમણે આક્ષેપ મૂક્યો હતો કે સીવીસીએ માત્ર ફરિયાદી (અસ્થાના) દ્વારા સહી કરાયેલા નિવેદનને આગળ મોકલ્યું હતું અને ફરિયાદી આ તપાસનું ધ્યાન રાખી રહેલા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) એ. કે. પટનાયકની સમક્ષ હાજર નહોતા થયા. (પીટીઆઇ)ઉ

---

અસ્થાના સામેની ફરિયાદ રદ કરવાનો કૉર્ટનો ઈનકાર



નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે લાંચરુશ્ર્વતના આરોપો અંગે સીબીઆઈના સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો શુક્રવારે ઈનકાર કર્યો હતો અને તેમને ગુનાહિત કાર્યવાહી સામે રક્ષણ પૂરું પાડતો વચગાળાનો ઓર્ડર પણ રદ કર્યો હતો.

જસ્ટિસ નજમી વઝીરીયે સીબીઆઈના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ દેવેન્દ્ર કુમાર તથા કહેવાતા મિડલમેન મનોજ પ્રસાદ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો પણ ઈનકાર કર્યો હતો. જજે એવું જણાવ્યું હતું કે, આ કેસની હકીકતને જોતા અસ્થાના અને કુમાર પર ખટલો ચલાવવા માટે અગાઉથી મંજૂરી લેવાવી જરૂરી નથી. હાઈ કોર્ટે દસ અઠવાડિયામાં અસ્થાના અને અન્ય દસ જણ સામેની તપાસ પૂરી કરવાનું સીબીઆઈને જણાવ્યું હતું.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એ વખતના સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા સામેના ‘બદ્ઈરાદા’નો આક્ષેપ પણ હજી સુધી ઉકેલાયો નથી.

વર્મા અને અસ્થાના છેલ્લા કેટલાક મહિનાઓથી બાખડતા હતા અને તેમણે એકબીજા સામે લાંચના આક્ષેપો કર્યા હતા.

કોર્ટે અસ્થાના, કુમાર અને પ્રસાદે પોતાની સામે દર્જ કરાયેલી એફઆઈઆરને પડકારતી કરેલી પિટિશનો રદ કરી હતી. (પીટીઆઈ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8Lg42747
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com