25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નવેમ્બરમાં ઔદ્યોગિક વિકાસદર ૧૭ મહિનાની નીચલી સપાટીએ

નવી દિલ્હી: ઉત્પાદન ક્ષેત્રમાં-ખાસ કરીને ક્ધઝ્યૂમર અને કૅપિટલ ગુડ્સના ઉત્પાદનમાં જોવા મળેલા ઘટાડાને પગલે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર ૦.૫ ટકા સાથે ૧૭ મહિનાની સૌથી નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં માપવામાં આવતું ફેક્ટરીનું ઉત્પાદન નવેમ્બર, ૨૦૧૭માં ૮.૫ ટકાના દરે વધ્યું હોવાનું સેન્ટ્રલ સ્ટેટિસ્ટ્ક્સિ ઑફિસ (સીએસઓ) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું.

અગાઉ જૂન ૨૦૧૭માં ૦.૩ ટકા સાથે આઇઆઇપીનો દર સૌથી નીચી સપાટીએ રહ્યો હતો.

ઑક્ટોબર ૨૦૧૮માં વિકાસદર અગાઉના ૮.૧ ટકાથી વધીને ૮.૪ ટકા રહ્યો હતો.

એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર અગાઉના વર્ષના એ જ સમયગાળાના ૩.૨ ટકાની સરખામણીએ પાંચ ટકા રહ્યો હતો.

ઇન્ડેક્સના ૭૭.૬૩ ટકા જેટલું નિર્માણ કરતું ઉત્પાદન ક્ષેત્રએ અગાઉના વરસે નોંધાવેલા ૧૦.૪ ટકાના વધારાની સરખામણીએ નવેમ્બરમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.

ખાણક્ષેત્રે નવેમ્બર ૨૦૧૭માં નોંધાવેલા ૧.૪ ટકાના વિકાસદરની સરખામણીએ નવેમ્બર ૨૦૧૮માં ૨.૭ ટકાનો વધારો નોંધાવ્યો હતો.

ઊર્જાક્ષેત્રના ઉત્પાદનમાં પણ અગાઉના વર્ષના ૩.૯ ટકાની સરખામણીએ ૫.૧ ટકાનો વધારો નોંધાયો હતો.

કૅપિટલ ગુડ્સના ઉત્પાદનમાં પણ અગાઉના વર્ષના ૩.૭ ટકાની સરખામણીએ ૩.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5MK75d4f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com