19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પેટ્રૉલ અને ડીઝલમાં ફરી ભાવવધારો થયો

નવી દિલ્હી: દેશમાં શુક્રવારે પેટ્રૉલના ભાવમાં લિટર દીઠ ૧૯ પૈસા અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ૨૮ પૈસા વધારો કરાયો હતો.

દિલ્હીમાં પેટ્રૉલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૬૮.૮૮થી વધીને રૂપિયા ૬૯.૦૭ થયો છે.

દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૬૨.૫૩થી વધીને રૂપિયા ૬૨.૮૧ થયો છે.

મુંબઈમાં પેટ્રૉલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૭૪.૭૨ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૬૫.૭૩ થયો છે.

વિવિધ રાજ્યના ઇંધણ પરના સ્થાનિક વેચાણવેરા અથવા મૂલ્ય વર્ધિત વેરાને લીધે ભાવ અલગ-અલગ છે.

ચાલુ મહિને ઇંધણમાં આ ત્રીજો ભાવવધારો છે. અગાઉ, ગુરુવારે પેટ્રૉલના ભાવમાં લિટર દીઠ ૩૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૯ પૈસાનો વધારો કરાયો હતો.

દેશમાં સાતમી જાન્યુઆરીએ પેટ્રૉલના ભાવમાં લિટર દીઠ ૭૮ પૈસાનો અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ૫૫ પૈસાનો વધારો કરાયો હતો. દેશમાં આઠમી અને નવમી જાન્યુઆરીએ ઇંધણના ભાવ યથાવત્ રહ્યા હતા.

દેશમાં ૧૮મી ઑક્ટોબરથી અત્યાર સુધીમાં પેટ્રૉલનો સરેરાશ ભાવ લિટર દીઠ રૂપિયા ૧૪.૫૪, જ્યારે ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૧૩.૫૩ ઘટ્યો હતો.

પેટ્રૉલનો ભાવ ચોથી ઑક્ટોબરે દિલ્હીમાં વધીને લિટર દીઠ રૂપિયા ૮૪ અને મુંબઈમાં લિટર દીઠ રૂપિયા ૯૧.૩૪ થયો હતો. તે દિવસે ડીઝલનો ભાવ દિલ્હીમાં લિટર દીઠ રૂપિયા ૭૫.૪૫ અને મુંબઈમાં રૂપિયા ૮૦.૧૦ થઇ ગયો હતો. ઇંધણના ભાવ ૧૬મી ઑગસ્ટથી વધવાના શરૂ થયા હતા.

પેટ્રૉલનો ભાવ ૧૫મી ઑગસ્ટે દિલ્હીમાં લિટર દીઠ રૂપિયા ૭૭.૧૪ અને મુંબઈમાં રૂપિયા ૮૪.૫૮ હતો. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1pKyCr
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com