21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સીબીઆઇના નવા વડા દ્વારા વર્માની તમામ બદલીઓ રદ

નવી દિલ્હી: પદભ્રષ્ટ કરાયેલા પુરોગામી આલોક વર્મા દ્વારા કરવામાં આવેલી તમામ બદલીઓને રદ કરીને સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર એમ. નાગેશ્ર્વર રાવે આઠમી જાન્યુઆરીની સ્થિતિ પુન: સ્થાપિત કરી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

રાવે શુક્રવારે નવેસરથી આદેશ બહાર પાડી અગાઉ વર્મા દ્વારા આપવામાં આવેલા તમામ આદેશોને રદ જાહેર કર્યા હતા.

જેને પગલે વર્મા દ્વારા ટ્રાન્સફર સહિતના લેવામાં આવેલા જુદા જુદા નિર્ણયોને રદ જાહેર કરવામાં આવ્યા હતા.

બીજા શબ્દોમાં આઠમી જાન્યુઆરીની સ્થિતિ પુન:સ્થાપિત કરવામાં આવી હોવાનું સમાચારસંસ્થાને મળેલી આદેશની નકલમાં જણાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કૉર્ટ દ્વારા આઠમી જાન્યુઆરીએ વર્માને હોદ્દા પર પુન:સ્થાપિત કરવામાં આવ્યા બાદ તેમણે રાવ દ્વારા કરવામાં આવેલી તમામ બદલીઓને રદ કરી હતી. સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધના કેસને મામલે તપાસ યોજવા તેમણે નવા તપાસ અધિકારીની પણ નિમણૂક કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ન્યાયાધીશ એ. કે. સિક્રી અને કૉંગ્રેસનાં નેતા મલ્લિકાર્જૂન ખડગેનો સમાવેશ કરતી ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે બે વિરુદ્ધ એક મતથી નિર્ણય લીધો હતો.

સરકારે સીબીઆઇનો હવાલો વધારાના ડિરેક્ટર નાગેશ્ર્વર રાવને સોંપ્યો હતો. અસ્થાના અને વર્માને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારે રાવ ૭૭ દિવસ માટે ઇન્ચાર્જ હતા. સુપ્રીમ કૉર્ટે કોઈપણ મોટો નિર્ણય લેવા રાવ પર રોક લગાવી હતી. જોકે, હાલના તેમના કાર્યકાળને આવી કોઈ શરતો લાગુ નહીં પડે. રાવે ગુરુવારે રાત્રે નવ વાગ્યો એજન્સીનો હવાલો સંભાળ્યો હતો, એમ સીબીઆઇના પ્રવક્તાએ શુક્રવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3G815l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com