21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હું ‘મન કી બાત’ કહેવા નથી આવ્યો: રાહુલ

દુબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતા રાહુલ ગાંધીએ શુક્રવારે દુબઇના ભારતીય કામદારોને જણાવ્યું હતું કે પોતાના મનની વાત કહેવા કરતા કામદારોના મનની વાત જાણવા માગે છે.

યુએઇની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીને દુબઇ વિમાની મથકે અત્રે વસતા ભારતીયો દ્વારા ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જો અમે સત્તા પર આવીશું તો આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપીશું.

યુએઇમાં વસતા ભારતીયોએ ભારે પરિશ્રમ દ્વારા દેશને ગૌરવ પ્રદાન કર્યું છે, એમ ગાંધીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેમની પાર્ટીને યુએઇમાં વસતા ભારતીય કામદારોની તકલીફોનો અહેસાસ છે અને તેમની પાર્ટી તેમની મદદ કરવા ઇચ્છે છે.

‘હું જાણું છું, અહીં તમારે યાતના વેઠવી પડે છે. તમે અહીં કામ કરો છો અને ભારત વસતા તમારા પરિવારને પૈસા મોકલો છો. અમારે તમારી સાથે વાત કરવી છે. હું અહીં મારી મનની વાત કહેવા નથી આવ્યો. હું અહીં તમારા મનની વાત સાંભળવા આવ્યો છું,’ એમ રાહુલે જાબેલ અલી લેબર કૉલોની ખાતે કામદારોને સંબોધતા જણાવ્યું હતું.

પોતાના સંબોધનમાં તેમણે વડા પ્રધાન મોદી દ્વારા દર મહિને રેડિયો બ્રોડકાસ્ટ કરવામાં આવતા પ્રોગ્રામ મન કી બાતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મોદી દેશને લગતી વિવિધ સમસ્યાઓની ચર્ચા કરે છે.

યુએઇની ઊંચી ઇમારતો, મોટા હવાઇ મથકો અને મેટ્રો તમારા યોગદાન વિના બાંધી શકાયા ના હોત એમ કહી રાહુલે ભારતીય કામદારોના યોગદાનની સરાહના કરી હતી.

આ શહેરના વિકાસ માટે તમે તમારો લોહી અને પરસેવો પાડ્યો છે અને દરેક ભારતીયોને ગર્વ થાય તેવું કામ કર્યું છે.

ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ પણ એક સામાન્ય માણસ જ છે અને હંમેશા કામદારોના હિત માટે ઊભા રહેશે.

યુદ્ધ તો હજી શરૂ થયું છે અને અમને વિશ્ર્વાસ છે કે આ યુદ્ધમાં અમારી જ જીત થશે, એમ રાહુલે દેખીતી રીતે જ આગામી લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું. તેમની સાથે કેરળના કૉંગ્રેસ નેતા ઓમન ચંડી અને ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસ ચૅરમેન સેમ પિત્રોડા પણ હાજર હતા.

દુબઇ અને અબુ ધાબીની બે દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી યુએઇના કેટલાક પ્રધાનોને પણ મળવાના છે.

(પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qX364h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com