19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેઘાલયના ખાણિયાઓને ચમત્કાર જ બચાવી શકે?: સરકારે સુપ્રીમને કહ્યું

નવી દિલ્હી: મેઘાલયની ખાણમાં ૧૫ વ્યક્તિઓ એક માસથી ફસાયેલી છે તેમને બચાવવા સત્તાવાળાઓ તમામ પ્રયાસ કરી રહ્યા છે. નૌકાદળ અને હવાઇ દળ પણ બચાવ કામગીરી કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ચમત્કારમાં માનવું જ પડશે. માઈન્સમાંથી જીવતા પાછા આવવાની આશા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ એ. કે. સિક્રી અને એસ. અબ્દુલ નઝીરની બેન્ચને જણાવ્યું હતું કે આપણે ચમત્કારમાં માનવું જોઈએ. બેન્ચે પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે સરકાર પ્રયત્ન કરે છે તેમાં કોઈ વિવાદ નથી. ખાણિયાઓ જીવે છે કે નહીં તે સ્પષ્ટ નથી. અમુક જીવિત પણ હોઈ શકે છે. તમારા પ્રયાસ ચાલુ રાખો.

આદિત્ય પ્રસાદે જાહેર હિતની કરેલી અરજીની સુનાવણી કોર્ટમાં ચાલુ છે. ૧૩ ડિસેમ્બરથી ખાણમાં ફસાયેલી ૧૫ વ્યક્તિને બચાવવા કેન્દ્ર અને મેઘાલય સરકાર દ્વારા લેવાયેલા પગલાં અને પ્રયાસ વિશે બેન્ચને માહિતગાર કરાઇ હતી. મેઘાલયમાં ગેરકાનૂની માઈનિંગ પ્રવૃત્તિમાં સંડોવાયેલા સામે રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા છે કે નહીં તે બેન્ચે જાણવા માગ્યું છે. રાજ્યના કોન્સલે કહ્યું હતું કે ગેરકાયદે માઈનિંગ ચલાવતી વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સરકારના પગલાંથી સંતોષ છે, પરંતુ એજન્સીઓ વચ્ચે કો-ઓર્ડિનેશનમાં અમુક સમસ્યા છે એમ અરજદારના વકીલે કહ્યું હતું. બચાવ કામગીરીમાં મદદરૂપ થાય તેવા સૂચનો તેમણે કર્યા હતાં. જે ધ્યાનમાં લેવા અને એ રીતે પગલાં લેવા સોલિસિટર જનરલે ખાતરી આપી હતી. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5UW444
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com