19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચિદમ્બરમની પત્ની સામે સીબીઆઇની ચાર્જશીટ

નવી દિલ્હી: સરાધા ચિટફંડ કૌભાંડ મામલે સીબીઆઇએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પત્ની નલિની ચિદમ્બરમ સામે શારદા જૂથ પાસેથી રૂ. ૧.૪ કરોડ લેવાના આરોપસર કોલકાતાની સ્પેશિયલ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

સીબીઆઇના પ્રવક્તા અભિષેક દયાળે જણાવ્યું હતું કે શારદા જૂથના માલિક સુદિપ્તા સેન અને અન્ય આરોપીઓ સાથે છેતરપિંડી અને જૂથની અન્ય કંપનીઓના ફંડની તફડંચીના આશયથી નલિનીએ ગુનાઇત ષંડયંત્ર રચ્યું હતું.

સીબીઆઇએ પોતાના આરોપપત્રમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માતંગસિંહની તરછોડાયેલી પત્ની મનોરંજનાસિંહે સેનની મુલાકાત નલિની સાથે કરાવી હતી, જેથી સેબી, આરઓસી જેવી સંસ્થાઓ દ્વારા સેન સામે થનારી તપાસ દબાવી દેવાય અને નલિનીએ એ કામ માટે ૨૦૧૦-૧૨ વચ્ચે રૂ. ૧.૪ કરોડ લીધા હતા.

શારદા કૌભાંડના કેસમાં સીબીઆઇએ આ છઠ્ઠી ચાર્જશીટ દાખલ કરી હતી. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c8B211
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com