19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચારધામ વિકાસ યોજના હેઠળના નિર્માણકાર્યને સુપ્રીમ કૉર્ટની મંજૂરી

નવી દિલ્હી: સરકારની મહત્વાકાંક્ષી ચારધામ વિકાસ યોજના હેઠળ ચાલતા અને ઉત્તરાખંડના ચાર પવિત્ર શહેરને તમામ મોસમમાં જોડતા પ્રસ્તાવિત પ્રકલ્પને મામલે આગળ વધવાની સુપ્રીમ કૉર્ટે શુક્રવારે મંજૂરી આપી હતી.

જોકે, કૉર્ટે કહ્યું હતું કે યોજના હેઠળના અટકાવી દેવામાં આવેલા કામો પરનો સ્ટે આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

ન્યાયાધીશ આર. એફ. નરિમાન અને વીનિત સરણની બનેલી ખંડપીઠે કેન્દ્ર સરકારને યોજનાને મંજૂરી આપી તેના પર દેખરેખ રાખવા સમિતિની રચના કરનાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ના આદેશ પર સ્ટેની માગણી કરતી અરજીને મામલે સોગંદનામું દાખલ કરવાનું જણાવ્યું હતું.

ચારધામ યોજનાનો મુખ્ય આશય કોઈપણ મોસમમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ એમ ચાર પવત્રિ ધામને રોડમાર્ગે જોડાયેલા રાખવાનો છે.

યોજનાને મંજૂરી આપતા એનજીટીના આદેશ પર શા માટે અમે સ્ટે ન મૂકીએ એમ જણાવી સુપ્રીમ કૉર્ટે ૨૬ નવેમ્બરે એ મામલે કેન્દ્ર સરકારને જવાબ આપવા જણાવ્યું હતું.

અરજકર્તા વતી ઉપસ્થિત રહેલા ઍડવોકેટ સંજય પારેખે કહ્યું હતું કે જો યોજનાને આગળ વધારવાની પરવાનગી આપવામાં આવશે તો પર્યાવરણને સુધારી ન શકાય તેવું નુકસાન થશે અને એ નુકસાન ૧૦ હાઈડ્રો પાવર પ્રોજેક્ટને કારણે થતા નુકસાન જેટલું હશે.

ઉત્તરાખંડના પર્વતો ખૂબ જ તકલાદી છે અને જો પર્યાવરણની યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં આવેલા પૂરને કારણે વેરાયેલા વિનાશ જેવી કરુણાંતિકા ફરી સર્જાઈ શકે એમ હોવાનું તેમણે કહ્યું હતું. કેદારનાથની ઘટનામાં ૧૦૦૦૦ કરતાં પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા તો ૩૦૦૦ કરતા પણ વધુ લોકો ગુમ થયા હોવાનું તેમણે કહ્યું હતું.

(પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

33Tbc1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com