19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાર્દિક, રાહુલ સસ્પૅન્ડ
આજથી શરૂ થતી વનડે શ્રેણીમાં નહીં રમી શકે, પાછા મોકલાશે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો - હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને એક ટીવી શોમાં મહિલાઓ પર બીભત્સ ટિપ્પણી કરવા બદલ સસ્પૅન્ડ કરાયા હતા. તેઓ શનિવારથી ઑસ્ટ્રેલિયા સામે શરૂ થતી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચની શ્રેણીમાં રમી નહીં શકે. તેમને ઑસ્ટ્રેલિયાથી પાછા મોકલાવામાં આવશે.

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને સ્થાને ટીમમાં વિજય શંકર, શ્રેયશ ઐયર, મનીષ પાંડે, રિષભ પંતમાંથી

કોઇને પસંદ કરાય એવી શક્યતા છે.

દરમિયાન, હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલનો ‘કૉફી વિથ કરણ’નો વિવાદાસ્પદ એપિસૉડ હૉટસ્ટારે દૂર કર્યો હતો.

બન્ને ક્રિકેટરને સિડની ખાતે શરૂ થતી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ માટેની ટીમમાં નહીં સમાવાય.

વહીવટકારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે જણાવ્યું હતું કે પંડ્યા અને રાહુલ સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓને સસ્પૅન્ડ કરાયા છે.

ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ) આ બન્ને ક્રિકેટરની સામે તપાસ શરૂ કરાય તે પહેલાં નવેસરથી કારણદર્શક નૉટિસ આપશે. તેઓ સામેની તપાસ બીસીસીઆઇની આંતરિક સમિતિ હાથ ધરશે કે કામચલાઉ લોકપાલ કરશે એ હજી અસ્પષ્ટ છે.

વહીવટકારોની સમિતિનાં અન્ય સભ્ય ડાયના એદલજીએ આ બે જણને સસ્પૅન્ડ કરવાની ભલામણ કરી હતી.

અગાઉ, બીસીસીઆઇની કાયદાકીય સમિતિએ આ બન્નેએ મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

દરમિયાન, ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ પણ આ બે ક્રિકેટર દ્વારા મહિલાઓની વિરુદ્ધ કરાયેલી બીભત્સ ટિપ્પણીને અયોગ્ય ગણાવી હતી અને આ તેઓનો અંગત અભિપ્રાય ગણાવ્યો હતો. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6t6I4U60
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com