19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોપરમાં ઔદ્યોગિક માગને ટેકે સુધારો, નિકલમાં સ્ટોકિસ્ટોની વ્યાપક લેવાલી

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે કોપરની અમુક વેરાઈટીઓ અને બ્રાસમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં સાધારણ કિલોદીઠ રૂ. ૧થી ૨નો સુધારો આવ્યો હતો, જ્યારે નિકલમાં સ્ટોકિસ્ટોની વ્યાપક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૫નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩નો ઘટાડો આવ્યો હતો. ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫ના ઉછાળા સાથે રૂ. ૮૫૦ની સપાટીએ રહ્યા હતા. ઉપરાંત ઔદ્યોગિક માગને ટેકે કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૪૩૫, રૂ. ૩૩૨ અને રૂ. ૪૬૩ તથા કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૪૨૯, રૂ. ૪૨૫ અને રૂ. ૩૪૪ના મથાળે રહ્યા હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m10t084v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com