18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૨૦૧૮માં ૬૭૯ એનએફઓ મારફત ₹ ૧.૨૪ લાખ કરોડનું ભંડોળ એકત્રીકરણ

નવી દિલ્હી: વર્ષ ૨૦૧૮માં ૬૭૯ ફંડ્સનું લોન્ચિંગ થયું હતું, જેમાથીં ૬૯ ઓપન એન્ડેડ ફંડ્સ અને ૬૦૨ કલ્ોઝ એન્ડેડ ફંડ હતાં. આ ફંડ્સમાં એફએમપી અને ઇન્ટરવલ ફંડ્સનો પણ સમાવેશ હતો. વર્ષ દરમિયાન કુલ ૬૭૯ ફંડ મારફત રોકાણકારો પાસેથી રૂ. ૧.૨૪ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યાં છે. વર્ષ દરમિયાન ફંડમાં સહભાગી થનારા રોકાણકારોની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોનો આંકડો ૧.૩ કરોડ નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડના સર્વોચ્ચ સંગઠન એએમએફઆઈ મ્યુચ્યુઅલ ફંડ્સ પર ઉપલબ્ધ તાજેતરના ડેટા અનુસાર ૨૦૧૮માં તેમની એસેટ બેઝમાં રૂ. ૧.૨૪ લાખ કરોડનો તોતિંગ વધારો થયો છે અને એસઆઇપી પ્રવાહમાં સતત વધારા સાથે વોલેટાઇલ માર્કેટ્સ છતાં રિટેલ ઇન્વેસ્ટર્સની મજબૂત સહભાગિતા જોતાં નવા વર્ષમાં પણ વૃદ્ધિ ચાલુ રહી શકે છે. વિવિધ ફંડોમાં મહિન્દ્રા ઉન્નતિ ઇમર્જિંગ બિઝનેસ યોજનામાં રોકાણકારોને ૨.૮૯ ટકાનું વળતર છે જ્યારે એનએસઈ મિડકેપ બેન્ચમાર્કમાં ૧૩.૩૦ ટકાનો ઘટાડો થયો છે. મિડકેપ કંપનીઓ લાર્જ કેપ્સની તુલનાએ વધુ અર્નિંગ ગ્રોથ નોંધાવશે, એમ જણાવતાં નાણાકીય સલાહકાર, જેન ઇન્વેસ્ટમેન્ટના સ્થાપક વિનોદ જૈને કહ્યું હતું કે, ખાસ કરીને જેમાં અનેકવર્ષ સુધી માળખાગત વિકાસ ચાલવાનો અંદાજ હોય એવા સેગમેન્ટમાં મિડકેપ સ્પેસમાં શેરલક્ષી રોકાણ તકો જણાઇ રહી છે. જેમ જેમ ભારતીય અર્થતંત્ર વિકસે છે તેમ ઘણા બજારમાં રોકાણ માટેની અનેક તકો પણ ઊભી થતી જાય છે, એમ જણાવતાં ગોલસીપ ડોટ કોમના સ્થાપક ધ્રુવ રાવનીએ કહ્યું હતું કે, ઇન્વેસ્ટરે ઉપરોક્ત ફંડ જેવા એવા ફંડની પસંદગી કરવી જોઇએ કે જે ભવિષ્યમાં માર્કેટ લીડર બનવાની સંભાવના ધરાવતી ઇમર્જિંગ કંપનીઓ મારફત રોકાણકારોને સારા વળતરનો લાભ અપાવી શકે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S48Ext
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com