19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખાંડમાં છૂટાછવાયા વેપારે રૂ.૧૦નો ઘટાડો

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે એકંદરે રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી. જેમાં ખાસ કરીને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઓછી લેવાલી તેમ જ અમુક માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતાં ઉપલા મથાળેથી ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્મોલ ગ્રેડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ખાસ કરીને મિડિયમ ગ્રેડની ખાંડના માલ સારા આવતાં ટેન્ડરોના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૫ વધી આવ્યા હતા અને સ્મોલ ગ્રેડના ટેન્ડરોમાં ટકેલું વલણ રહ્યું હતું. સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ પણ ૨૮થી ૨૯ ટ્રકનો જળવાઈ રહ્યો હતો. આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૦૪૨થી ૩૧૦૨માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટીને રૂ. ૩૦૬૦થી ૩૨૩૨માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

MT2enm0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com