25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઇન્ફોસિસના ચોખ્ખા નફામાં ૩૦ ટકાનો કડાકો

નવી દિલ્હી: ઇન્ફોસિસે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૩૬૧૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વર્ષ અગાઉના સમાન ગાળાના રૂ. ૫૧૨૯ કરોડના આંકડા સામે ૩૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. એ નોંધવું રહ્યું કે કંપનીએ રૂ. ૮૨૬૦ કરોડના બાયબેક પ્રોગ્રામની જાહેરાત કરી હતી. બીએસઇ ફાઇલિંગ અનુસાર જોકે બેંગ્લોર સ્થિત આ કંપનીની રેવન્યૂ ડિસેમ્બર ૨૦૧૮ના ક્વાર્ટરમાં રૂ. ૨૧,૪૦૦ કરોડ નોંધાઇ છે, જે ૨૦૧૯ના ડિસેમ્બર ક્વાર્ટરની રૂ. ૧૭૭૯૪ કરોડની આવક સામે ૨૦.૩ ટકાનો વધારો દર્શાવે છે. કંપની બોર્ડે ઓપન માર્કેટમાંથી બાયબેક કરવા માટે રૂ. ૮૨૬૦ કરોડ (૧.૧૮ અબજ અમેરિકન ડોલર)ના પ્રોગ્રામને આપેલી મંજૂરી અંતર્ગત શેરનો ભાવ રૂ. ૮૦૦ની અંદર નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ જાહેર કરેલા શેરદીઠ રૂ. ચારના સ્પેશિયલ ડિવિડંડને કારણે કંપનીને રૂ. ૨૧૦૭ કરોડ (અંદાજે ૩૦.૨૦ કરોડ ડોલર) ચૂકવવા પડશે. ઉ

સારા પરિણામ છતાં

ટીસીએસ તૂટ્યો

નવી દિલ્હી: ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસે (ટીસીએસ) ડિસેમ્બર ક્વાર્ટરમા ચોખ્ખા નફામાં ૨૪.૧ ટકાની વૃદ્ધિ નોંધાવી હોવા છતાં શુક્રવારે કંપનીનો શેરમાં ત્રણ ટકા સુધાનો કડાકો જોવા મળ્યો હતો. સત્ર દરમિયાન આ શેર રૂ. ૧૮૩૬.૧૦ની નીચી સપાટીને અથડાઇને અંતે રૂ. ૪૬.૨૦ અથવા તો ૨.૪૫ ટકાના કડાકા સાથે રૂ. ૧૮૪૧.૯૫ની સપાટીએ સ્થિર થયો હતો. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ટીસીએસએ ગુરૂવારે બજાર બંધ થયા બાદ તેના નાણાકીય પરિણામની જાહેરાત કરી હતી અને કંપનીએ ઉપરોક્ત સમયગાળામાં ૨૪.૧ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૮,૧૦૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ભારતીય હિસાબી ધોરણો અનુસાર કંપનીએ એક વર્ષ અગાઉના સમાનગાળામાં રૂ. ૬,૫૩૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4m80ke51
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com