25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ડૉલર સામે રૂપિયો વધુ આઠ પૈસા નબળો પડતાં આયાત પડતરમાં વધારો થતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫નો સુધારો આવ્યો હતો. જોકે, ચાંદીમાં આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી તેમ જ ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. પંચાવનનો ઘટાડો આવ્યો હતો. અમેરિકા ખાતે મેક્સિકો સરહદે દીવાલના મુદ્દે સર્જાયેલી રાજકીય કટોકટી તેમ જ ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે આજે લંડન ખાતે સતત ચોથા સત્રમાં સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારો આગળ વધ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકાના સુધારા સાથે ૧૨૯૨.૯૨ ડૉલર આસપાસ અને સોનાના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ૧૨૯૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

વૈશ્ર્વિક ચાંદીના ભાવમાં ૦.૮ ટકાનો ઉછાળો આવ્યો હોવા છતાં સ્થાનિકમાં સતત ત્રણ સત્ર સુધી ભાવમાં એકતરફી તેજીનો ટોન રહેતાં આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી નીકળી હતી. તેમ જ ભાવ કિલોદીઠ રૂ. ૩૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હોવાથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પંચાવન ઘટીને રૂ. ૩૯,૧૫૦ની સપાટીએ રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લે-વેચ મર્યાદિત રહી હોવા છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત પડતરો વધતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫નો સુધારો આવ્યો હતો અને સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૨,૧૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૨,૨૩૦ની સપાટીએ રહ્યા

હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oS5C5b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com