14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મંદીની ઠંડી યથાવત્: બેન્ચમાર્ક વધુ લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં મંદીની ઠંડી યથાવત્ રહી હોય તેમ સપ્તાહના અંતિમ દિવસે પણ બેન્ચમાર્ક વધુ નીચી સપાટીએ લપસ્યો હતો. બજારની અપેક્ષા કરતાં ઊણાં પરિણામ આપનાર ટીસીએસની આગેવાનીમાં વેચવાલી વધતાં સેન્સેક્સ ૯૬.૬૬ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકાના ઘટાડા સાથે ૩૬,૦૦૯.૮૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, નિફ્ટી ઇન્ડેક્સ પણ ૨૬.૬૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦,૭૯૪.૯૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૩૧૪.૭૪ પોઇન્ટની આગેકૂચ નોંધાઇ હતી, જ્યારે નિફ્ટી ૬૭.૬૦ પોઇન્ટ વધ્યો હતો.

શુક્રવારના સત્રમાં મિડ અને સ્મોલકેપ શેરોમાં આજે વેચવાલીનું દબાણ રહ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૩ ટકાની પીછેહઠ સાથે ૧૫૧૭૭.૦૩ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૯ ટકાની પીછેહઠ સાથે ૧૪,૬૦૦.૩૭ના સ્તર પર બંધ થયો છે. ખાસ કરીને ટીસીએસ અને એલએન્ડટીના કાઉન્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બેન્કીંગ શેરોમાં વેચવાલીના દબાણને કારણે બેન્ક નિફ્ટી ૦.૨૭ ટકા તુટીને ૨૭,૪૫૩.૯૦ના સ્તર પર બંધ થયો છે. જો કે ઓઇલ એન્ડ ગેસના સેકટરના શેરોમાં સાધઝારણ લેવાલી જોવા મળી હતી, જેને કારણે બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે ૦૧૩ ટકાનો વધારો થતા ૧૩૧૮૬.૬૧ના સ્તર પર બંધ થયો છે. ઓટો, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકા આઈટી ઈન્ડેક્સામં ૦.૧૧ ટકા, ફાર્મામાં ૦.૩૬ ટકા પીએસયુ બેન્કમાં ૦.૯૦ ટકા રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૩૫ ટકા કડાકા સાથે બંધ થયો છે. જોકે એફએમસીજી અને ફાઈનાશિયલ સર્વિસમાં શેરોમાં પસંદગીની લેવાલી જોવા મળી હતી. નિફ્ટીનો એફએમસીજી ઈન્ડેક્સ ૦.૬૧ના વધારા સાથે બંધ થયો છે.

ટોપ ગેઇનર્સ શેરોમાં આઇટીસી, ઓએનજીસી, વેદાંતા, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક અને એચડીએફસીનો સમાવેશ હતો. જ્યારે ટોપ લૂઝર શેરોમાં ટીસીએસ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ, યસ બેન્ક અને એલએન્ડટીનો સમાવેશ હતો. સ્થાનિક અને વૈશ્ર્વિક પરિબળોમાં અટવાયેલા શેરબજારની અનિયમિત ઉથલપાથલ રિટેલ રોકાણકારોને મૂંઝવી રહી છે ત્યારે તેમને યોગ્ય માર્ગદર્શન મળવું જરૂરી હોવાનું ફિનટેક સ્ટાર્ટ અપના સ્થાપક સન્ની જૈને જણાવ્યું હતું કે બજારની જાણકારી ન હોવાથી રિટેલ ઇન્વેસ્ટર્સ લેવેચમાં થાપ ખાઇ જતાં હોય છે.

બીએસઇ અને એનએસઇ કે પછી ફ્યુચર્સ એન્ડ ઓપશન સેગમેન્ટની મુવમેન્ટ અંગે જાણકારી સાથે લીધેલા નિર્ણય રોકાણકારોને લાભ અપાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ગૂગલ પ્લે સ્ટોર પર નિ:શુલ્ક મળતી સ્ટોક ટોકની એપ પર લાઇવ માર્કેટ, એફએન્ડઓની માહિતી, નિષ્ણાતોની ભલામણ, સંબંધિત સમાચારો, ચાર્ટ સહિતની તમામ જાણકારી ઉપલબ્ધ હોય છે અને તે રોકાણકારોની માર્ગદર્શક બની શકે છે. બજારમાં આગળ જતાં પમ વિવિધ પરિબળોને કારણે તેમ જ આ ઇલેકશન યર હોવાથી ઊથલપાથલ જારી રહેવાની સંભાવના છે. દરમિયાન વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે ૨૧ પૈસા તૂટીને ૭૦.૫૫ બોલાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૧.૧૦ ટકાના ઉછાળા સાથે ૬૨.૩૬ ડોલર બોલાયું હતું. પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૩૪૪.૫૮ કરોડના શેર વેચ્યા હતા જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૧૦.૯૮ કરોડના શેર ખરીદ્યા હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4uHW0j7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com