17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મોડાસા મહેસૂલ વિભાગમાં જમીનની કાચી અને પાકી નોંધ પડાવવા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર

ભિલોડા: રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરકારી સમારંભમાં જાહેર મેચ પરથી સૌથી વધું ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં ચાલતો હોવાનું સ્વીકાર્યું હતુ. આવો જ ભ્રષ્ટાચારનો કિસ્સો મોડાસા મામલતદાર કચેરીમાં કેટલાક કર્મચારીઓ વચેટિયા મારફતે ખૂલેઆમ ચાલતા ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે. મામલતદાર કચેરીમાં આવેલી તલાટી અને સર્કલ કચેરીમાં જમીની નોંધ પાડવાના અને નોંધ મંજૂર કરવાના રીતસરના ૨૦૦૦થી વધુ રૂપિયા ખંખેરવામાં આવે છે મોડાસા આજુબાજુના વિકસતા વિસ્તારમાં જમીન એરિયા પ્રમાણે જમીનમાં નોંધ પડાવવા અને મંજૂર કરવાનો ભાવ ચાલી રહ્યો છે પ્રજાજનોને ખંખેરવા સરકારી અધિકારીઓ વચેટિયા અને કોન્ટ્રાક પર કામ કરતા કર્મચારીઓના સહારે આ રેકેટ ચલાવવામાં હોય છે. જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવું પ્રજાજનોએ આવેદન પત્ર આપી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની માગ કરી હતી. જિલ્લા સેવાસદનના મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ પ્રજાજનોને અધિકારીઓ ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે જમીન લે-વેચમાં કાચી અને પાકી નોંધ પડાવવા ખુલ્લેઆમ વચેટિયાઓ મારફતે ૨૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા સુધી ખંખેરી રહ્યા છે અરજદાર રૂપિયા આપવાની આનાકાની કરેતો કોઈ પણ રીતે સર્કલ અધિકારી દ્વારા યેનકેન પ્રકારે વાંધા વચકા ઊભા કરી અપીલમાં જવું પડશે જણાવી અરજદારોને રૂપિયા આપવા મજબૂર કરતા મજબૂરીનો માર્યો અરજદાર રૂપિયા આપવામાં તૈયાર થતો હોય છે સર્કલ અધિકારીએ માગેલ રૂપિયા અરજદાર આપતા તેમણે બતાવેલા વાંધા હવામાં ઓગળી જતા હોય તેમ પાકી નોંધ પડી આપવામાં આવે છે ખેડૂતોને નો ડ્યું સટિર્ફિકેટ, લોન માટે બોજા એન્ટ્રી અને બોજા મુક્તિ માટે પણ ખેડૂતોને ખંખેરવામાં આવતા હોય છે સર્કલ અને તલાટી ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાથી ભ્રષ્ટ્રાચારના રૂપિયા અધિકારીઓ,કર્મચારીઓ અને વચોટિયા બહાર પાર્કિંગમાં રહેલી ચાની કીટલીઓ અને જિલ્લા સેવાસદન સામે આવેલા કોમ્પલેક્ષમાં અરજદારો પાસેથી બેખોફ રીતે લેવામાં આવે છે. જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન ભ્રષ્ટાચાર આદરવામાં નિપુણતા ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાલ આંખ કરે તેવી ખેડૂતો અને પ્રજાજનો માગણીઓ જિલ્લાભરમાં

ઊઠી છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

VtyPC6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com