19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાદરાના જૂના જનસંઘી કૃષ્ણલાલ પરનામીનું ૯૦ વર્ષની વયે નિધન

વડોદરા: પાદરાના જૂના જનસંઘી કૃષ્ણલાલ ગંગારામ પરનામીનું ૯૦ વર્ષની વયે આજે નિધન થયું છે. ૧૯૫૦થી આરએસએસ સાથે સંકળાયેલા કિશનલાલ પરનામી જનસંઘ સમયે અનેક આંદોલનમાં અગ્રેસર રહ્યા હતા.કૃષ્ણલાલ પરનામીનો સિંધ પ્રાંતમાં જન્મ થયો હતો. આઝાદી પછી તેમનો પરિવાર જયપુર આવીને વસ્યો હતો. જ્યાંથી તેઓએ પાદરામાં આવીને વસવાટ કર્યો હતો. પાદરામાં તેઓ પરનામી શેઠ તરીકે જાણીતા હતા. કૃષ્ણલાલ પરનામી લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, કેશુભાઇ પટેલ અને અશોક સિંઘલ સાથે જનસંઘમાં કાર્ય કર્યું હતું. તેઓએ ઇન્દિરા ગાંધીએ લગાવેલી ઇમરજન્સીમાં ૧૮ મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. ભાજપમાં તેઓ છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6k0Pbq3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com