19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જયંતી ભાનુશાળીની હત્યાના શકમંદોની તપાસ: મુંબઇ-પુનાના શાર્પશૂટરો હોવાની આશંકા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ભાજપના કચ્છના નેતા જયંતી ભાનુશાળીની મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. પોલીસ શકમંદોને કાલુપુર ખાતે રખાયેલા એચ-૧ કોચ લઈ જઈ તપાસ કરી રહી છે. અંગત અદાવતમાં મહારાષ્ટ્રના શાર્પશૂટરને ટીપ આપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શંકા છે. હત્યા કેસની તપાસમાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં મહત્ત્વની કડી મળી છે. બીજી તરફ આ સમગ્ર કેસમાં અંગત અદાવત અને ભાનુશાળી પાસેની કેટલાક સ્ફોટક વિગતો મેળવવા માટે પણ આ હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ મળી છે. જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસને એક પછી એક કડી મળી રહી છે હત્યામાં મહારાષ્ટ્રનો ભાઉ નામનો શાર્પશૂટર હોવાની શંકાના આધારે પોલીસ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં હત્યારાઓ પોલીસની પકડમાં આવી જાય તેવો પોલીસને વિશ્ર્વાસ છે. ભાનુશાળીને એકદમ નજીકથી જાણતો વ્યક્તિ પણ હત્યામાં સામેલ હોવાની પોલીસને શંકા છે. જેના આધારે ભાનુશાળીના ત્રણ ફોનની કોલ ડિટેઇલ પોલીસે મેળવી છે. તેમાંથી પણ પોલીસને કેટલીક મહત્ત્વની કડી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

-------

હત્યા પાછળ મીઠી ખારેક નહીં પણ અંગત અદાવત

ભુજ: જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં થયેલી ઘાતકી હત્યાના મામલે પોલીસ આરોપી સુધી પહોંચવા માટે મેરેથોન તપાસ ચલાવી રહી છે. પોલીસે મીઠી ખારેકના મુદ્દાનો છેડ ઉડાડી દીધો છે. જયંતીભાઈ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા છે જેમાં અનેક વખત એ વાતનો ઉલ્લેખ થયો હતો કે ભાનુશાળી અનેક મોટા નેતાઓને મીઠી ખારેક ખાવા બોલાવતા હતા અને એ તમામની સીડી તેની પાસે હતી જેના આધારે તે બ્લેક મેઈલ કરતા હતા અને તેના કારણે પણ તેની હત્યા કરવામાં આવી હોય પણ પોલીસ વિભાગમાં આધારભૂત સૂત્રની જો વાત માનીએ તો એ વાતનો છેડ ઉડાડી દેવામાં આવ્યો છે. પોલીસ બે થિયરી પર તપાસ કરી રહી છે જમીન વિવાદમાં હત્યા થઈ અથવા તો જૂની અદાવતમાં તેમની હત્યા કરી દેવાઈ છે. જૂની અદાવતમાં જ હત્યા થઈ છે એ થિયરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોલીસે અત્યાર સુધીમાં શકમંદ ૫૦ જેટલા લોકોના નિવેદન નોંધાયા છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

sd06eT
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com