18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પીએફ ઑફિસના એન્ફોર્સમેન્ટ ઑફિસરને ₹ ૫ાંચ લાખની લાંચ લેતા ઝડપી લીધો

વડોદરા: શહેરના અકોટ વિસ્તારમાં આવેલી પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી ૫ાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાયો છે. વડોદરાની કંપનીના સર્વેની કામગીરી માટે રજનીશ તિવારીએ ૨૦ લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે કંપનીના સંચાલકને લાંચ આપવી ન હોવાથી તેઓએ ગાંધીનગર સીબીઆઇને આ અંગે ફરિયાદ કરી હતી. જેથી સીબીઆઇએ છટકું ગોઠવીને રજનીશ તિવારીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. રૂ.૨૦ લાખ પૈકી ૫ાંચ લાખનો પ્રથમ હપ્તો સ્વીકારતી વખતે સીબીઆઇની ટીમે રજનીશ તિવારીની ઝડપી પાડ્યા હતા. પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી કેન્દ્રીય કર્મચારી હોવાથી સીબીઆઇએ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.આ ઓફિસમાં ફરજ બજાવતા એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી પોતાના લક્ષણને કારણે ચર્ચામાં છે. ત્રણ મહિના પહેલા રજનીશની પત્ની પણ આ જ પીએફ ઓફિસમાં રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાઇ હતી, હવે ખુદ રજનીશ રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

xqWCQo
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com