31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

ખેડૂતોની કરજ માફી

રાજકારણીઓ જેને પોતાની (કાયમ) સત્તા ટકાવી રાખવી હોય કે (કાયમ) સત્તા મેળવવી હોય તેમના માટે કરજ માફી શોર્ટ કટ છે. સરકારી તિજોરીને તળિયા ઝાટક કરી અર્થકારણ બગાડવાની વૃત્તિ દરેક રાજકીય પક્ષને હૈયે વસેલી છે. કરજમાફીનું આ પગલું અર્થકારણને હિસાબે પંગૂ બનાવે છે જે ગરીબ ખેડૂતને પાયમાલ અને પૈસાદાર ખેડૂતને માલામાલ બનાવે છે. રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજને ચૂંટણી ઢંઢેરામાં કરજ માફીના એલાન સામે લાલબત્તી બતાવી છે. દેશની રાજ્ય સરકારો ખેતીને નફાકારક (રાજકારણને ભોગે) ધંધો માની બેઠા છે.

લાગે છે ભાજપ હવે આવતી લોકસભાની ચૂંટણીઓ મોટી કરજ માફીની જાહેરાત કરે તો તેમાં નવું નહીં લાગવું જોઇએ. આમ કરમાફી અનિવાર્ય અનીષ્ટ બનતું જાય છે.

દીર્ઘદ્રષ્ટિએ જોતા કરમાફીની મુશ્કેલીઓનો હલ હાથવગો છે. વેપારી-વચેટિયાઓનું વિષચક્ર તોડીને ખેડૂતો અને ગ્રાહકો (વપરાશકારો) વચ્ચે સેતુ સ્થપાય, મહત્તમ ભાવે ખેડૂતને મહેનતનું વળતર મળે તે બાબત રસ્તા શોધવા પડશે.

- અરુણ વ્યાસ

સી/૧૦૩,સૂર્યવંશી ટાવર્સ,

વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫.

કુંભમેળાની ટ્રેન ટિકિટ વેરો નાબૂદ

કુંભપર્વ અને હિન્દુઓની અન્ય યાત્રાઓ દરમિયાન રેલવે તંત્ર દ્વારા ટિકિટ ઉપર વધારાનો કર લગાવવામાં આવે છે. દરેક ટિકિટ આ અતિરિક્ત કર ૫ થી ૪૦ જેટલો હોય છે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલે એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ અતિરિક્ત કર નાબૂદ કરી રહી છે. અત્યાર સુધીમાં કુંભમેળો હોય કે હિન્દુઓની કોઇ યાત્રાઓ હોય તો એ સમય દરમિયાન આ વધારાનો કર લાદવામાં આવતો હતો.

હિન્દુ જનજાગૃતિ સમિતિ નામના હિન્દુ સંગઠને આ વિષય પર આખાયે ભારત દેશમાં આંદોલન કર્યા હતા અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને રેલવે મંત્રાલયને આ વિષયથી અવગત કરાવ્યા હતા, એના ફળ સ્વરૂપે જ આ પરિણામ મળ્યું છે. હવે હિન્દુ શ્રદ્ધાળુઓ નિયમિત દરથી રેલવે ટિકિટ ખરીદી શકશે. પોતાની ટ્વ્ટિમાં ગોયલજીએ કહ્યું છે કે શ્રદ્ધાળુઓની ધાર્મિક શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અને પર્યટનવૃદ્ધિ માટે કેન્દ્ર સરકારે રેલવે દ્વારા વસૂલવામાં આવતો યાત્રા કર સમાપ્ત કરવાનો નિર્ણય

લીધો છે.

હિન્દુઓ હિન્દુ ધાર્મિક સ્થળોની યાત્રા કરતા ત્યારે મુગલ શાસન દરમિયાન હિન્દુઓ પાસેથી જજિયા કર વસૂલ કરવામાં આવતો. કુંભપર્વ પર અતિરિક્ત કર સ્વરૂપમાં લગાવવામાં આવેલો આવો કર નાબૂદ કરવા માટે હિન્દુ જનજાગૃતિ સમિતિ જેવા હિન્દુ સંગઠનોએ માગણી કરવી પડે છે એ અત્યારના શાસનકર્તાઓ માટે શરમજનક બાબત છે! વસ્તુત: હિન્દુબહુલ ભારત દેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર આવો કર લગાવી જ કેવી રીતે શકાય? હિન્દુ જનજાગૃતિ સમિતિએ એવી પણ માગણી કરી છે કે શાસનકર્તાઓ હિન્દુઓની બધી જ યાત્રાઓ અને પર્વો પર લગાવવામાં આવતો આવો કર નાબૂદ કરે અને હિન્દુઓ સાથે સમાનતાનો વ્યવહાર કરે.

- નિખિલ દરજી

ઉમરગામ..

કચ્છમાં દુષ્કાળ: મદદ કરો

હાલ કચ્છમાં કારમો દુષ્કાળ પડ્યો છે, પાણી-ઘાસચારા વિના પશુધન ભૂખ-તરસથી પીડાઇ રહેલ છે, માલધારીઓ બેબાકળા બની પશુધનને બચાવવા હિજરત કરી રહ્યા છે.

આભ ફાટે ત્યારે થીંગડું ક્યાં દેવાય તે માટે કચ્છની પ્રજા દરેક જ્ઞાતિજન આ યજ્ઞમાં જોડાઇ જીવદયાનું કાર્ય કરે છે. અનેક સંસ્થાઓ, મહાજનો, મંડળો, ટ્રસ્ટો, કુળદેવીઓનાં ભાવિકો યાહોમ કરીને ફત્તેહ છે આગે તેમ જોડાઇ તન, મન અને ધનથી જીવદયામાં જોડાયા છે. સાધુ-સંતો-મહંતો દ્વારા કથા અને ડાયરા યોજી જે ‘ધોર’ થાય તે પ્રાણીની જીવદયા માટે વપરાશે તેવા આહવાનો કરી જીવદયામાં પૂણ્યનું ભાથુ કમાવે છે. ક.વિ.ઓ.જૈન મહાજનની સાદ પત્રિકામાં રોજે રોજ ગામેગામનાં પોતાના દાનથી પશુધનને બચાવવા મરણીયા પ્રયાસ સાથે શુભ-અશુભ પ્રસંગો વખતે આ પશુધન માટે દાન ગંગાઓ વહેતી રાખે છે.

- હીરાલાલ વી.ઉનડોઠવાલા

તિલકનગર, ચેમ્બુર.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8H0S83H
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com