19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

બુધવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------------

ફોટોક્વિઝ

દુનિયાના વિવિધ દેશો સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઊજવવામાં આવતા આ ફેસ્ટિવલનું નામ જણાવો. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

-------------------------------

પેહચાન કૌન?

ઉત્તર ભારતનો એક પ્રસિદ્ધ તહેવાર છે આ. મુખ્યત્વે પંજાબમાં આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે. આ તહેવારના ૨૦-૨૫ દિવસ પહેલાં જ નાનાં બાળકો ગીતો ગાઈને લાકડાં અને છાણાં એકઠાં કરે છે. હિન્ટ: મકરસંક્રાંતિના દિવસે કે તેના આગલા દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

-------------------------

ડાયલૉગબાજી

‘બેટિયાં તો હોતી હી પતંગ કી તરહ હૈ, શાદી સે પહેલે અપને ઘર કી છત પર ઉડતી હૈ ઔર શાદી કે બાદ ડોર કિસી ઔર કે હાથ મેં’ ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નો આ ડાયલૉગ છે. આ ફિલ્મનાં મુખ્ય અભિનેતા-અભિનેત્રીનાં નામ જણાવો.

--------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) નૂતન વિપીન (૨) નિખિલ બંગાળી (૩) મનસુખલાલ ગાંધી (યુ.એસ.એ.) (૪) મનીષા (૫) ફાલ્ગુની શેઠ (૬) અરુણકુમાર પરીખ (૭) આશા દુબલ

(૮) મંજુલા દુબલ (૯) જયશ્રી દુબલ (૧૦) પરેશ દુબલ (૧૧) ડાયના સોનટકે (૧૨) જ્યોતિ સંઘવી (૧૩) સુભાષ મોમાયા (૧૪) રસિક જુઠાણી (કેનેડા) (૧૫) ભારતી ગાલા (૧૬) મરિયમ કિલ્લાવાલા (૧૭) અલકા વાણી (૧૮) જયશ્રી ગોરડિયા (૧૯) ઝૈની બાદશાહ (૨૦) શીરીન ઔરંગાબાદવાલા

(૨૧) તહેર ઔરંગાબાદવાલા (૨૨) મિતેશ મિસ્ત્રી (૨૩) જ્યોત્સના ગાંધી (૨૪) રમેશ દલાલ (૨૫) હીના દલાલ (૨૬) ઈનાક્ષી દલાલ.

-----------------------

આપો જવાબ

૧) સૂર્યની દક્ષિણથી ઉત્તર તરફની ગતિને ભારતમાં કયા નામે ઓળખવામાં આવે છે?

૨) મકરસંક્રાંતિના દિવસે શેનું મહત્ત્વ હોય છે?

૩) આખા વર્ષ દરમિયાન કુલ કેટલી સૂર્ય સંક્રાંતિ આવે છે?

૪) મહાભારતના કયા મહાન યોદ્ધાએ દેહ ત્યાગવા માટે મકરસંક્રાંતિનો દિવસ પસંદ કર્યો હતો?

૫) તામિલનાડુમાં મકરસંક્રાંતિને કયા નામે ઊજવવામાં આવે છે?

-------------------------

ગયા શનિવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: હૅંગિંગ ગાર્ડન

ૄ પેહચાન કૌન?: મનમોહન સિંહ

ૄ ડાયલૉગબાજી: ૧૯૮૫

ૄ આપો જવાબ: (૧) લિયો ટૉલ્સ્ટોય, (૨) બુધ, (૩) જ્યૉર્જ વૉશિંગ્ટન

(૪) જયપુર, (૫) સ્વામી વિવેકાનંદ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x33jF8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com