31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુંડળીમાં કયો ગ્રહયોગ હોય તો જાતક બહુ જલદી ગુસ્સે થઇ જાય?

એસ્ટ્રોટિપ-ધવલ કાંધિયાનલિનીએ વહેલી સવાર સવારમાં નિર્ગુણકુમારને ફોન કર્યો અને કોલરટ્યુન સંભળાયો,‘જો સબ કરતે હૈ યારો વો હમ તુમ ક્યૂં કરે, યહાં કે હમ સિકંદર’...નિર્ગુણકુમારે ફોન પિક અપ કર્યો અને બોલ્યો‘બોલો નલિની તમે મને વહેલી સવાર સવારમાં કેમ હેરાન કર્યો, એનિથિંગ અરજન્ટ, એની પ્રોબ્લેમ, કાંઇ ટેન્શન છે?’ નલિની બોલી ‘નથિંગ અરજન્ટ, નો પ્રોબ્લેમ, નો ટેન્શન ઓનલી અ સ્મોલ મેસેજ.’ નિર્ગુણકુમાર બોલ્યો ‘શું સંદેશો આપવા માગો છો બોલો?’ નલિની બોલી,‘હવે મકરસંક્રાંતિ આવી રહી છે અને સાહેબ હમણાંથી જ હોલિડે મૂડમાં છે. આજે સાહેબને હાફ ડે પછી બ્રેક લેવાનો પ્રોગ્રામ છે. એની જાણ કરવા મેં તમને ફોન કર્યો છે. જો તમારે કોઇને ઓફિસમાં ક્ધસલ્ટિંગ માટે કોઇ ક્લાયન્ટને લઇ આવવા હોય તો બપોરે ૧૨ વાગ્યા સુધીમાં આવી જજો, કારણ કે બપોરે ૨ વાગે ઓફિસ બંધ થઇ જશે. સમજી ગયા? નિર્ગુણ કુમાર બોલ્યો ‘એકચ્યુલી હું તો ફોન કરવાનો જ હતો. હું બપોરે ૧૨ વાગે મારા મિત્ર યોગેન્દ્રને ઓફિસમાં લઇ આવવાનો પ્રોગ્રામ બનાવી રહ્યો છું.’ નલિની બોલી ‘ઓકે હવે મારે ઘણાં બધા કામ છે’ એમ કહીને ફોન કટ કર્યો.

બરાબર ઘડિયાળના કાંટે ૧૨ વાગે ઓફિસની ડોરબેલ વાગી અને નવગ્રહસિંહે દરવાજો ખોલ્યો. સામે નિર્ગુણકુમારની પાછળ ગુન્ડા જેવા ચહેરામાં કોઇ એકદમ ગુસ્સાવાળો ભાઇ ઊભો હતો. નવગ્રહસિંહ બોલ્યો ‘તમારે લોકોએ ૧૫ મિનિટ સુધી વેઇટિંગ રૂમમાં બેસવું પડશે. સાહેબની કેબિનમાં ક્લાયન્ટ બેઠા છે.’ યોગેન્દ્ર નિર્ગુણકુમાર પર ગુસ્સે થઇ ગયો. અને ક્રોધની અગ્નિ પ્રગટ થઇ. યોગેન્દ્ર બોલ્યો ‘આપણે પણ કાંઇ નવરા નથી. જો ટાઇમ ન હોય તો એપોઇન્ટમેન્ટ શું કામ આપો છો ભાઇ?’

નવગ્રહસિંહને પણ ગુસ્સો આવી ગયો. યોગેન્દ્ર નવગ્રહસિંહ પર ગુસ્સે થઇ ગયો,‘હવે વેઇટિંગ રૂમમાં હું શું માખી મારું. સરસ મજાની ગરમ મસાલાવાળી ચા લઇ આવો અને સાહેબને મેસેજ આપી દેજો કે યોગેન્દ્ર આવ્યો છે અને આપણી પાસે ટાઇમ નથી સમજી ગયા?’ યોગેન્દ્રના આ વ્યવહારને જોઇને તો નિર્ગુણકુમારની પણ હવા બંધ થઇ ગઇ. ૧૫ મિનિટ પછી નલિનીએ મેસેજ મોકલાવ્યો નિર્ગુણકુમારને અંદર મોકલાવો. યોગેન્દ્ર એકદમ ગુસ્સામાં જ્યોતિષવિશારદ સાહેબની કેબિનમાં ગયો અને એકદમ કડક અવાજે બોલ્યો,‘આપણને આવી રીતે વેઇટિંગ કરવાનું પસંદ નથી.’ નિર્ગુણકુમારે યોગેન્દ્રની ઓળખાણ જ્યોતિષવિશારદ સાહેબની સાથે કરાવી.’ નિર્ગુણકુમાર બોલ્યો ‘સાહેબ આ યોગેન્દ્ર મારો ખાસમ ખાસ મિત્ર છે. ખાલી એક જ પ્રોબ્લેમ છે. બહુ જલદી ક્રોધિત થઇ જાય છે. અને ગુસ્સો આવે પછી જબાન પર કાબૂ નથી હોતો. યોગેન્દ્રની કુંડળી જુઓને?’ હજી તો જ્યોતિષવિશારદ સાહેબ યોગેન્દ્રની કુંડળી જુએ એની પહેલાં તો રિવાજ અનુસાર નવગ્રહસિંહે પ્રશ્ર્ન કર્યો કે ‘સાહેબ કુંડળીમાં એવો કયો યોગ હોય છે કે જાતકને ગમતું કામ ન થાય એટલે તરત જ ક્રોધિત થઇ જાય અને સામાવાળા પર હુકમ ચલાવે. જરા જ્યોતિષશાસ્ત્રના આધારે સમજાવશો? ’

જ્યોતિષવિશારદ સાહેબ મલકાઇને નલિની સામે જોઇને બોલ્યા કે ‘જો જાતકની કુંડળીમાં ક્રોધ યોગ હોય તો જાતકને વાત વાતમાં ક્રોધ આવી જાય અને બોલતી વખતે જાતક ભાન ભૂલી જતો હોય છે એવું જોવામાં આવ્યું છે.’ યોગેન્દ્ર શાંત થઇને બોલ્યો ‘સાહેબ આ ક્રોધ યોગ એટલે શું?’જ્યોતિષવિશારદ સાહેબ બોલ્યા કે ‘વાણીનું સ્થાન એટલે કે કુંડળીમાં બીજો ભાવ. જો કોઇ પણ જાતકની કુંડળીમાં બીજા ભાવનો માલિક ગ્રહ લગ્ન કુંડળીમાં અને નવમાંશ કુંડળીમાં જો પાપ ગ્રહોથી પીડિત હોય તો જાતક જલદી ક્રોધિત થઇ જતો હોય છે. આ યોગને ક્રોધ યોગ કહેવામાં આવે છે.’ નિર્ગુણ કુમાર બોલ્યો ‘સાહેબ આપની વાત એકદમ સાચી છે. આ યોગેન્દ્ર દિલનો બહુ સાફ છે. પણ જબાન પર જરાય કાબૂ નથી. યોગેન્દ્રની કુંડળી મીન લગ્નની છે અને કુંડળીમાં બીજા ભાવનો માલિક ગ્રહ મંગળ કુંડળીમાં પોતાની નીચ રાશિમાં રાહુ જેવા ક્રૂર ગ્રહો સાથે પાંચમા ભાવમાં બેઠો છે.

યોગેન્દ્રની નવમાંશ કુંડળીમાં મંગળા છઠ્ઠા ભાવમાં બેઠો છે અને શનિની ૧૦મી દૃષ્ટિથી શનિ અને સૂર્ય જેવા ક્રૂર ગ્રહના સંબંધમાં આવી રહ્યો છે. યોગેન્દ્રની કુંડળીમાં બીજા ભાવનો માલિક મંગળ લગ્ન અને નવમાંશ બંને કુંડળીમાં ક્રૂર ગ્રહોથી પીડિત છે, માટે યોગેન્દ્રની કુંડળીમાં ક્રોધ યોગ છે.’ યોગેન્દ્ર જ્યોતિષવિશારદ સાહેબ સામે બોલ્યો ‘સાહેબ હું ખોટી પ્રોમિસ નથી કરતો પણ કોશિશ કરીશ કે હું મારા ક્રોધને શાંત રાખીશ’ એમ કહીને યોગેન્દ્ર પાછો વળ્યો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U8gdNwT7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com