5-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફ્રોયડનસ્ટાટ બ્લેક ફોરેસ્ટ કેકના ઘરે

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીઅમેરિકામાં ઇસ્ટકોસ્ટના લાંબા પ્રવાસ બાદ એક પ્ોલેટ ક્લેન્ઝરની જરૂર હતી. ભાષા અન્ો સંસ્કૃત્તિની દૃષ્ટિએ અમેરિકા અન્ો એકેએક યુરોપિયન દેશ ઉત્તર પ્રદેશ અન્ો તામિલનાડુ જેટલાં જુદાં છે. જોકે અમેરિકામાં દરેક સંસ્કૃતિનું ત્યાં જઈન્ો વસ્ોલાં લોકોએ ઊભું કરેલું વર્ઝન તો જોવા મળી જ જાય છે. જર્મની પાછાં ફરતાં હવે ઘરે પાછાં ફર્યાંની રાહત તો હતી જ, સાથે વધતી ઠંડી અન્ો કુદરતના બદલાઈ રહેલા રંગોની મજા લેવાનો પણ પ્લાન હતો. ન્યુયોર્કમાં ઓટમ હજી જામી ન હતી એટલે આરામથી લાઈટ કપડાંમાં ફરી શકાય ત્ોમ હતું. જર્મનીનું વેધર પ્રમાણમાં ઇસ્ટકોસ્ટન્ો મળતું આવે છે અન્ો અહીં ઓટમની મજા લેવા માટે એક લાંબા વીકેન્ડ પર રિસોર્ટ બ્ાૂકિંગ થવા લાગી હતી.

આ વખત્ો વધુ એક બ્લેક ફોરેસ્ટના ખૂણે જવું હતું. બ્લેક ફોરેસ્ટમાં દર વર્ષે એક અલગ ઠેકાણે જવામાં આવે તો પણ જિંદગીભર અલગ ગામ હાથ લાગ્ો એટલાં જોવાલાયક સ્થળો છે. હા, જોવામાં પછી એ જ પહાડો, નદીઓ અન્ો વૃક્ષો, પણ પાઇનનાં સદાય અડીખમ વૃક્ષો વચ્ચે સિઝનલ ઝાડનાં પાંદડાં રંગ બદલે ત્ો એના એ જ ખૂણેથી પણ નવું લાગ્ો છે. જેમ એનો એ જ સ્ાૂરજ ઊગતો કે ડૂબતો જોવાની મજા કદી જૂની થતી નથી, એવું જ કંઈક કુદરતનાં સ્વરૂપોનું પણ છે. એવામાં ફ્રોયડનસ્ટાટ પાસ્ો જે રિસોર્ટ મળ્યો ત્યાં ઠંડીમાં લાકડાના સૉના અન્ો સ્ટીમરૂમની પણ લાલચ થઈ રહી હતી.

વળી ત્યાંની બીજી ખાસિયત એ હતી કે ત્યાં રહેલાં બધાં ગ્ોસ્ટ્સ માટે એક જ સ્ોવન કોર્સ મેનુ બનતું. ત્ો ડિનર ફરજિયાત નહોતું, પણ અમે ત્ોની સાથે જ બ્ાૂક કરેલું. બ્લેક ફોરેસ્ટની સ્થાનિક વાનગીઓની પણ મજા લેવી હતી. વળી ત્યાં સાંજે બધાં પોતપોતાનાં ટેબલ પર ગોઠવાય પછી સર્વર્સ આવીન્ો એવી રીત્ો કોર્સ પર કોર્સ લાવતાં અન્ો આગ્રહ કરીન્ો જમાડતાં કે ભારતમાં જ કોઈના લગ્નમાં પહોંચી ગયાં હોઇએ ત્ોવું લાગતું હતું. જોકે અહીં મોટાભાગ્ો રિટાયર્ડ જર્મન કપલ્સ હતાં. ત્ો બધાં વચ્ચે બ્ો ભારતીય તરીકે અમે ત્ો બધાંની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગયાં હતાં. આમ તો અહીં કોઈ ‘તમે ક્યાંનાં?’ એવો પ્રશ્ર્ન કરવા ન આવી પહોંચતું, પણ ત્ો વીકેન્ડ દરમ્યાન ઘણાંએ અમારા વિષે વધુ જાણવા માટે આડકતરી વાતો ચાલુ કરી હતી.

સાંજનાં ભોજનની કોઈ ચિંતા ન હતી એટલે ત્ો ત્રણ દિવસનું શેડ્યુલ ફિક્સ હતું. સવારે હાઈક કરવા નીકળી પડવું, બપોરે ફ્રોયડનસ્ટાટમાં જઈન્ો બ્લેક ફોરેસ્ટ કેક અન્ો કોફીની મજા લેવી અન્ો સાંજે ફરી ચાલીન્ો રિસોર્ટ પહોંચવું. અન્ો જમવાનું જસ્ટિફાય થઈ શકે ત્ો માટે કમસ્ોકમ દસ્ોક કિમી ચાલવું. પહેલા દિવસ્ો તો જંગલના હાઇક પોઇન્ટ સુધી કાર લઇન્ો ગયાં હતાં, પણ બીજા દિવસ્ો એમ થયું કે હોટલથી ચાલીન્ો જ નીકળી પડીએ. સાંજે આરામથી આવીન્ો સ્ટીમ લઈન્ો ડિનર પર ઝંપલાવીશું. હવે એક વાર ફ્રોયડનસ્ટાટ તરફ જંગલના રસ્ત્ો ચાલીન્ો નીકળ્યાં તો ક્યાંક મશરૂમ્સ ટ્રેઇલ રસ્તામાં આવી, તો ક્યાંક કેન્સલ થઈ ગયેલો જુનવાણી રેઇલ ટ્રેક પણ આવ્યો. બપોર સુધીમાં ફ્રોયડનસ્ટાટ ટાઉનમાં ત્યાંના ચોક, ફુવારા અન્ો ઐતિહાસિક મહેલ ઉપરાંત આસપાસનાં શિલ્પો અન્ો ઓપન લાઈબ્રેરીમાં વ્યસ્ત થઈ જવાયું. આમ તો આખાય સાઉથ જર્મનીમાં સારી અન્ો ઑથેન્ટિક બ્લેક ફોરેસ્ટ કેક મળી જ જાય છે, પણ બ્લેક ફોરેસ્ટ જઈન્ો તો બ્લેક ફોરેસ્ટ કેક ખાવી જ પડે ન્ો?

ફ્રોયડનસ્ટાટ ટાઉન તો નાનકડું છે, પણ ત્યાં કયા કાફેમાં શ્રેષ્ઠ બ્લેક ફોરેસ્ટ કેક મળે છે ત્ોનું ટોપ-ટેન લિસ્ટ જરૂર છે. અમે ત્ોમાંથી ત્રણ દિવસમાં ત્રણ અજમાવેલાં. કાફે એબરહાર્ટ હોલ્ઝે સૌથી વધુ જલસા કરાવેલા, જ્યારે કાફે આમ એકનું કામ જરા નબળું નીકળ્યું. છતાંય સ્વાદમાં વધુ ફર્ક ન હતો. કારણ કે અહીં જો ઑથેન્ટિક બ્લેક ફોરેસ્ટ કેક વેચતા હોવાનો દાવો કરતાં હોવ, તો ગવર્નમેન્ટ રેગ્યુલેટેડ ઇન્ગ્રિડિયન્ટ્સ જ વાપરવાં પડે. ત્ોમાં ખાસ બ્લેક ફોરેસ્ટની કાળાશ પડતી જંગલી ચેરી અથવા ત્ો ચેરીમાંથી બન્ોલું લિકર ફરજિયાત છે. હવે બ્લેક ફોરેસ્ટ કેકનું જન્મ સ્થળ હોવાનો દાવો તો ઘણાં કાફે કરે છે, પણ ફ્રોયડનસ્ટાટમાં જે જોશથી દરેક ખૂણે આ કેક ઉપલબ્ધ છે, ત્યાં જન્મી હોય કે નહીં, આ કેકનું ઘર જરૂર ત્યાં જ છે.

અહીં માર્કેટ પ્લેસ તરીકે ઓળખાતું ભવ્ય ટાઉન સ્ોન્ટર, ટાઉન હોલ અન્ો બીજી જુનવાણી ઇમારતો જંગલ અન્ો ઢોળાવો વચ્ચે જરા સિવિલાઈઝેશનની શાંતિ આપતાં હતાં. એવામાં ત્ો બીજા દિવસ્ો ટાઉનથી જંગલનો એક ટુકડો વટાવીન્ો બ્લેક ફોરેસ્ટની વચ્ચે ક્યાંક આવેલા રિસોર્ટ સુધી ચાલીન્ો પહોંચવામાં અમે ઘૂમરે ચડી ગયાં. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઘણું દૂર હતું અન્ો અજાણ્યા ટાઉનમાં ટેક્સીનો કોઈ નંબર નહોતો દેખાતો અન્ો અહીં લાંબો સ્ટ્રેચ એવો પણ છે જ્યાં કોઈ ઘર કે માણસ નજરે નહોતું પડતું. એવામાં એક બસ સ્ટોપ પાસ્ો ટાઇમ-ટેબલ મુજબ રિસોર્ટની પાસ્ોના ગામ જતી બસ એકાદ કલાકમાં આવવાની હતી. હોટલ પહોંચવામાં પંદરથી વધુ કિમી ચાલવાની હવે કોઈ ક્ષમતા ન હતી. ત્યાં જ પાળી પર બ્ોસીન્ો બસ ક્યારેક તો આવશે જ એવી રાહ જોઈન્ો બ્ોઠાં.

એવામાં એક જર્મન કાકા ત્યાં ઇ-બાઈક પરથી નીકળ્યા. અમન્ો જોઈન્ો ત્ો અત્યંત ધીમે ધીમે અમન્ો જર્મન ન સમજાતી હોય એવી રીત્ો પ્ાૂછવા લાગ્યા કે અમે અહીં શું કરીેએ છીએ? ત્ોમન્ો ફાંકડી હાઈ જર્મનમાં જવાબ મળ્યો તો ત્ો જરા છોભિલા પડી ગયા. પછી નિખાલસ ભાવે કહે, ‘માફ કરજો, મન્ો લાગ્યું કે તમે લોકો રેફ્યુજી કેમ્પથી ભૂલાં પડેલાં હશો. ત્ોમના હાવભાવ અન્ો મદદ કરવાની ઇચ્છાના કારણે આ ઘટનાન્ો રેસિઝમનો અનુભવ કહેવાય કે નહીં ત્ો નક્કી ન થઈ શક્યું, પણ દરેક બ્રાઉન માણસન્ો રેફ્યુજી માની લેવો નહીં ત્ો કાકાન્ો સમજવા જરૂર મળી ગયું. ત્ો પછી પોણા કલાકે બસ આવી ત્યાં સુધી કાકા અમારી સાથે વાતો કરવા ઊભા રહૃાા. અંત્ો ઘરનું સરનામું આપીન્ો છૂટાં પડ્યાં. છેલ્લા દિવસ્ો હાઈક એક બાજુ મૂકી, સીધાં એ કાકાએ સ્ાૂચવેલા કાફે પર ડ્રાઇવ કરી માત્ર બ્લેક ફોરેસ્ટ કેક માણી. આ કેક હવે અલગ કારણસર યાદ રહી જવાની હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

71mE38
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com