18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ વર્ષે મુન્નાભાઈ અને સર્કિટ આવશે દર્શકોની મુલાકાતે

બૉલીવૂડ બેસ્ટ-દર્શના ઠક્કર



બૉલીવૂડમાં ખૂબ જ ઓછી કહી શકાય એવી કૉમેડી ફિલ્મોની સિરીઝ દર્શકોના મન પર પોતાની ઊંડી છાપ છોડી ગઈ છે કે આજે પણ આવી ફિલ્મોના નામ સાંભળીને દર્શકોના હોઠો પર એક સ્મિત ચોક્કસ જ આવી જાય છે અને આવી જ એક ફિલ્મ હતી સંજય દત્ત અને અરશદ વારસી અભિનીત ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’. મુન્નાભાઈ ફ્રેન્ચાઈઝીની બીજી હતી ‘લગે રહો મુન્નાભાઈ’. એક જ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો જોયા બાદ દર્શકો આતુરતાપૂર્વક તેની ત્રીજી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમનો આ ઈંતેજાર લંબાતો જ ચાલ્યો પણ હવે દર્શકોનો આ ઈંતેજાર પૂરો થવાની અણીએ છે. આવું અમે નહીં પણ ખુદ આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહી ચૂકેલો ‘સર્કિટ’ આવું કહી રહ્યો છે.

સર્કિટ ઉર્ફે અરશદ વારસીએ હાલમાં જ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ફરી એક વખત દર્શકોને હસાવવા માટે મુન્નાભાઈ અને સર્કિટની જોડી આવી રહી છે. અરશદ વારસી અને સંજય દત્તે આ પહેલાંની બંને ફિલ્મોમાં મહત્ત્વનો રૉલ કર્યો હતો અને દર્શકોએ આ બંનેની જોડીને ખૂબ જ પસંદ પણ કરી હતી. હવે તો ખુદ અરશદ વારસીએ મુન્નાભાઈ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ટૂંક સમયમાં જ આવી રહી હોવાની જાહેરાત કરી દીધી છે. અરશદ વારસી હાલમાં તેની આગામી ફિલ્મ ‘ફ્રોડ સૈંયા’ને પ્રમોટ કરી રહ્યો છે અને આ જ દરમિયાન તેણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ ક્યારે આવશે, જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે મને એ તો નથી ખબર કે મુન્નાભાઈ ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિરીઝ ક્યારે આવશે, પણ એક વાત તો ચોક્કસ છે તે ત્રીજી ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ ફાઈનલ છે. રાજકુમાર હિરાની પાસેથી એવું જાણવા મળ્યું છે કે ફિલ્મ આ જ વર્ષે ફ્લૉર પર આવશે અને વર્ષના મધ્યમાં કે પછી અંતમાં આ ફિલ્મી રિલીઝ થશે. જે થોડું ઘણું કામ બાકી છે તેના પર કામ ચાલી રહ્યું છે અને આ ફિલ્મમાં પણ સંજય દત્ત અને અરશદ વારસી જ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પહેલાં પણ દર્શકોએ મુન્નાભાઈ એમબીબીએસ રિલીઝ થઈ એ પછી ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડી તેની બીજી સિક્વલ જોવા માટે. પણ આ વખતે તો દર્શકોનો આ ઈંતેજાર લગભગ તેર વર્ષ જેટલો લાંબો ચાલ્યો. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ૨૦૦૩માં આવી હતી અને તેમાં સંજય દત્ત, અરશદ વારસી, ગ્રેસી સિંહ, સુનીલ દત્ત અને બોમન ઈરાની મહત્ત્વની ભૂમિકા જોવા મળ્યા હતા. ત્યાર બાદ ત્રણ વર્ષ રહીને એટલે કે ૨૦૦૬માં ‘લગે રહો મુન્નાભાઈ’ આવી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત અને વિદ્યા બાલન પર વધુ ફોકસ કરવામાં આવ્યું હતું તેમ છતાં સર્કિટ એટલે કે અરશદ વારસીના અભિનયને કારણે દર્શકોએ તેની હાજરીની નોંધ લેવાની ફરજ પડી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

sQ7x2j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com